Homeઆમચી મુંબઈમેરા સુંદર સપના ટૂટ ગયા...:તૂટી ગયું બીએમસી કમિશનરનું સપનું?

મેરા સુંદર સપના ટૂટ ગયા…:તૂટી ગયું બીએમસી કમિશનરનું સપનું?

મુંબઈઃ મુંબઈમાં જોવા મળનારા અનેક કચરાના ડબ્બાઓ બિસ્માર હાલતમાં છે અને હવે આ જ કારણસર પતરાની નવી કચરાપેટી ખરીદવામાં આવી રહી છે. રુપિયા 10 કરોડના ખર્ચે આખા મુંબઈ શહેર માટે 1600 જેટલી કચરાની પેટી ખરીદવામાં આવી રહી છે, જેને કારણે કચરાપેટીમુક્ત મુંબઈનું સપનું રોળાઈ ગયું છે.
મુંબઈમાં દરરોજ આશરે 6000 મેટ્રિક ટન કચરો નીકળે છે અને રોજે એકઠો થતો આ કચરો આશરે ત્રણ હજાર સાર્વજનિક કચરાપેટી સહિત અન્ય કચરાપેટીમાં એકઠો કરવામાં આવે છે. કચરાપેટીમાંથી આ કચરો રિસાઈક્લિંગ સેન્ટરમાં લઈ જવામાં આવે છે. મુંબઈમાં વિવિધ ઠેકાણે કચરો એકઠો કરવા માટે રહેલી કચરાપેટીનું પ્રમાણ ઓછું કરવા માટેના પ્રયાસો તત્કાલિન બીએમસી કમિશનર અજોય મહેતા દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા.
પરંતુ સાર્વજનિક ઠેકાણે કચરાપેટી હટાવી દેવામાં આવતા નાગરિકોએ ખુલ્લામાં કચરો નાખવાનું પ્રમાણ ઘટ્યું નહીં અને એથી વિપરીત અનેક ઠેકાણે ખુલ્લી જગ્યામાં જ લોકોએ કચરો નાખીને ગંદકી ફેલાવવાનું શરું કરી દેતાં હવે ફરી એક વખત સાર્વજનિક ઠેકાણે કચરાપેટીઓનું પ્રમાણ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુંબઈ માટે એક મીટર ક્ષમતાની આશરે 3000 કચરાપેટીઓ છે અને આ કચરાપેટીઓ ભીડભાડાવાળા વિસ્તાર, શાકભાજી માર્કેટ કે પછી જ્યાં વારંવાર કચરો એકઠો થતો હોય એવી જગ્યાઓ પર મૂકવામાં આવે છે. આમાંથી મોટાભાગની કચરાપેટીઓની હાલત ખૂબ જ ખરાબ છે.
પ્રશાસન દ્વારા હવે આ બિસ્માર હાલતમાં પહોંચી ગયેલી કચરાપેટીની જગ્યાએ નવી કચરાપેટી મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને એ માટે રૂપિયા 65000ના ખર્ચે એક નવી કચરાપેટી એમ કુલ 1600 નવી કચરાપેટી ખરીદવામાં આવશે. જેનો અંદાજિત ખર્ચ 10 કરોડ રૂપિયા હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular