મુંબઈઃ આજે ચોથી ફેબ્રુઆરીના મુંબઈ મહાનગરપાલિકાનું 2023-24ના વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને બધાનું ધ્યાન આ બજેટમાં મુંબઈગરાને શું-શું મળશે એ તરફ હતું. દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઈનું બજેટ પણ એટલું જ હાઈ ક્લાસ હોય છે. મુંબઈ જેમ દેશની આર્થિક રાજધાની છે એમ બીએમસીએ એશિયાની સૌથી શ્રીમંત મહાનગરપાલિકા છે. હવે તમે બોલશો કે આ કઈ રીતે શક્ય છે?આ હકીકત છે અને આજે આપણે એ જ વિશે વાત કરીશું.
તમને ખબર છે કે બીએમસીનું બજેટ એ અફઘાનિસ્તાનના જીડીપી કરતાં પણ વધુ છે. અફઘાનિસ્તાન સિવાય જો ભારતની વાત કરીએ તો દેશના આઠ રાજ્ય કરતાં પણ બીએમસીનું બજેટ વધુ છે. આ આઠ રાજ્યમાં ત્રિપુરા, નાગાલેન્ડ,મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, સિક્કિમ અને ગોવા કરતાં પણ મુંબઈ મહાનગરપાલિકાનું બજેટ વધારે હોય છે. પરિણામે જે રીતે રાજ્યની સત્તા મેળવવા માટે રાજકારાણીઓ દ્વારા કાવાદાવા અને પ્રયાસો કરવામાં આવે છે એનાથી વધુ પ્રયાસો અને કાવાદાવા બીએમસીમાં સત્તા મેળવવા માટે કરવામાં આવે છે.
બીએમસીને એશિયાની સૌથી શ્રીમંત બીએમસી ગણાય છે. આનું કારણ એવું છે કે 2022માં બીએમસી દ્વારા 45,949 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને 2021ના બજેટ કરતાં આ બજેટ 6900 કરોડ રૂપિયા જેટલું વધું હતું.
બીએમસી પાસે 92,000 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ ફંડ છે અને આ ફંડ પરથી જ અંદાજો લગાવી શકાય છે કે બીએમસીનું બજેટ કેટલું દમદાર રહેશે. આ જ કારણસર સર્વસામાન્ય નાગરિકોથી લઈને મોટા મોટા ઉદ્યોગપતિઓનું ધ્યાન પણ આ બજેટ તરફ હોય છે.
આજે બીએમસીના બજેટમાં કોસ્ટલ રોડ, વર્સોવા-દહીંસર લિંક રોડ, ખાડામુક્ત મુંબઈ એ આ વર્ષના બજેટના મહત્ત્વના મુદ્દાઓ રહ્યા હતા. બીએમસીના કમિશનર ઈકબાલ ચવ્હાણે બજેટ રજૂ કર્યું હતું.
આ દેશના જીડીપી કરતાં પણ વધુ છે બીએમસીનું બજેટ!
RELATED ARTICLES