બીએમસીના બજેટમાં આ વર્ષે 14.52 ટકાનો વધારો

28
  • બજેટમાં રસ્તા અને બાંધકામ માટે ધરખમ જોગવાઈ
  • શિક્ષણ વિભાગ માટે 3347.13 કરોડ રુપિયાની ફાળવણી
  • હોસ્પિટલના બાંધકામ અને પુનર્વિકાસ માટે પણ બજેટમાં કરોડો રુપિયાની જોગવાઈ

મુંબઈઃ આજે મુંબઈ મહાનગરપાલિકાનું 2023-24 બજેટ રજૂ કરાયું હતું. આ વર્ષે મુંબઈ મહાનગરપાલિકાનું આ બજેટ 52619.9 કરોડ રુપિયાનું છે. ગયા વર્ષે આ બજેટ 45949.21 કરોડ રૂપિયા જેટલું હતું એટલે આ વર્ષે બજેટમાં 14.52 ટકાનો વધારો થયો છે. આ બજેટમાં રસ્તા અને બાંધકામ માટે ધરખમ જોગવાઈ કરવામાં આવે છે. કોસ્ટલ રોડ 3,545 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ માટે 1.60 કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા છે.

રસ્તા સુધારવા 2825.6 કરોડ રુપિયા ખર્ચવામાં આવશે, જ્યારે પુલના કામ માટે 2,100 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. સ્ટોર્મવોટર પાઈપલાઈન માટે 2570.57 કરોડ રુપિયા, સાર્વજનિક આરોગ્ય માટે 1680.19 કરોડ રુપિયા, શિક્ષણ વિભાગ માટે 3347.13 કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા છે.
હોસ્પિટલના બાંધકામ અને પુનર્વિકાસ માટે પણ બજેટમાં કરોડો રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ભગવતી હોસ્પિટલના પુનર્વિકાસ માટે 110 કરોડ, ગોવંડી ખાતેની શતાબ્દી હોસ્પિટલના બાંધકામ માટે 110 કરોડ, એમ. ટી. અગ્રવાલ હોસ્પિટલના એક્સ્પાન્શન માટે 95 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કાંદિવલી વેસ્ટ ખાતેની શતાબ્દી હોસ્પિટલના પ્રસ્તાવિત બાંધકામ માટે 75 કરોડ, સાયન હોસ્પિટલના ઈમારતના પુનર્વિકાસ માટે 70 કરોડ રુપિયા, એસ વોર્ડ ભાડુંપની પ્રસ્તાવિત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે 60 કરોડ રુપિયા, કે બી ભાભા હોસ્પિટલના એક્સપાન્શન માટે 53.60 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!