હેં..! આ તળાવમાં બાપ્પાની મોટી મૂર્તિના વિસર્જન પર BMCએ મૂક્યો પ્રતિબંધ, જાણો કેમ?

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

ગણપતિબાપ્પાના વધાવવા માટે ગણેશભક્તો સહિત મુંબઈ મહાનગરપાલિકા (BMC) સજ્જ થઈ છે. એ સાથે જ વિસર્જન માટે પણ પાલિકાએ મોટા પ્રમાણમાં તૈયારી કરી લીધી છે. એ વચ્ચે આ વર્ષે સાયન તળાવમાં મોટી ગણેશમૂર્તિના વિસર્જન પર પ્રતિબંધ મૂકી દીધો છે.
સાયન તળાવમાં આ વર્ષે ફક્ત ઘરની મૂર્તિઓનું જ વિસર્જન કરવાની છૂટ હશે. તેથી સાયન, ચૂનાભટ્ટી સહિતના વિસ્તારના મોટા મંડળોની મૂર્તિઓેને દાદર ચોપાટી અને માહિમ રેતીબંદરમાં વિસર્જન કરવાની વિનંતી પાલિકાએ કરી છે.

 

 

મુંબઈમાં ૭૩ ઠેકાણે નૈસર્ગિક વિસર્જન સ્થળ છે, તેમાંથી સાયનમાં એન.એસ.મંકીકર માર્ગને લાગીને આવેલા સાયન તળાવમાં દર વર્ષે સાયન, ચુનાભટ્ટી જેવા નજીકના પરિસરના નાગરિકો મોટી સંખ્યામાં ગણેશમૂર્તિના વિસર્જન માટે આવતા હોય છે. જોકે તળાવમાં રહેલા જળચર જીવને ધ્યાનમાં રાખીને રાખીને આ વર્ષથી તળાવમાં મોટી શ્રીગણેશમૂર્તિના વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને અહીં ફક્ત ઘરની નાની મૂર્તિઓના વિસર્જનને જ મંજૂરી રહેશે એવું પાલિકાએ જાહેર કર્યું હતુંં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.