Homeઆમચી મુંબઈBMC ચૂંટણી પહેલા મરાઠી મતદારોને આકર્ષવાનો ભાજપનો અનોખો વ્યૂહ, નવરાત્રીમાં ‘મરાઠી દાંડિયા’નું...

BMC ચૂંટણી પહેલા મરાઠી મતદારોને આકર્ષવાનો ભાજપનો અનોખો વ્યૂહ, નવરાત્રીમાં ‘મરાઠી દાંડિયા’નું આયોજન

[ad_1]

ટૂંક સમયમાં આવી રહેલી મુંબઇ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તાજેતરમાં, શિંદે-ફડણવીસ સરકાર હેઠળ ભાજપે હિંદુ તહેવારોને મોટા પાયે ઉજવવા માટે એક વિશાળ અભિયાન ચલાવ્યું હતું.
ભાજપે હંમેશા એમવીએ સરકાર પર આરોપ લગાવ્યો છે કે તેમણે હિંદુ તહેવારોની ઉજવણીને મંજૂરી નહોતી આપી, પણ અન્ય ધર્મના તહેવારો પર કોઇ નિયંત્રણો નહોતા મૂક્યા.
ભાજપના ધારાસભ્ય મિહિર કોટેચાએ માહિતી આપી છે કે હવે મહારાષ્ટ્રમાં હિન્દુત્વની સરકાર આવી ગઈ છે, તેથી હવે દહીંહાંડી અને ગણપતિની જે રીતે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી, તેવી જ રીતે નવરાત્રીનો તહેવાર પણ ઉમળકાભેર ઉજવવામાં આવશે. આગામી નવરાત્રિ ઉત્સવ મુંબઈમાં મોટા પાયે ઉજવવામાં આવશે. મુંબઈના મરાઠી મતદારોને આકર્ષવા માટે, ભાજપે પ્રખ્યાત ગાયક અને સંગીતકાર અવધૂત ગુપ્તેના ગરબા કાર્યક્રમનું આયોજન કર્યું છે.
શિવડીના અભ્યુદય નગર સ્થિત શહીદ ભગત સિંહ મેદાનમાં આ ઉત્સવનું આયોજન કરવામાં આવશે. અહીં મરાઠી વસતી મોટા પ્રમાણમાં વસે છે અને નજીકમાં લાલબાગ, પરેલ જેવા મરાઠી લોકોના વિસ્તારો છે. આવી સ્થિતિમાં આ કાર્યક્રમને મુંબઈના સૌથી મોટા તહેવાર તરીકે જોવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ આ કાર્યક્રમનું આયોજન 30 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે ભાજપે અવધૂત ગુપ્તે ઉપરાંત પ્રખ્યાત મરાઠી અને હિન્દી ગાયિકા વૈશાલી સામંત અને અન્ય કેટલીક મરાઠી સિને જગતની હસ્તીઓને સામેલ કર્યા છે.Post Views:
6
[ad_2]

RELATED ARTICLES

Most Popular