Homeઆમચી મુંબઈ...તો મુંબઈ રેલવેમાં શનિ-રવિ પ્રવાસીઓને હાલાકી

…તો મુંબઈ રેલવેમાં શનિ-રવિ પ્રવાસીઓને હાલાકી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: રેલવે ટ્રેક અને સિગ્નલિંગ યંત્રણાના મેઈન્ટેનન્સ માટે શનિવારે રાતના પશ્ર્ચિમ રેલવેમાં વસઈ રોડ અને વૈતરણા અને મધ્ય રેલવેમાં મુલુંડ-માટુંગાની વચ્ચે બ્લોકને કારણે રજાના દિવસે લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવામાં પ્રવાસીઓને હાલાકી પડી શકે છે. શનિવારે રાતના વસઈ-વૈતરણાની વચ્ચે અપ ફાસ્ટ લાઈનમાં રાતના ૧૧.૫૦ વાગ્યાથી રાતના ૨.૫૦ વાગ્યાની વચ્ચે ત્રણ કલાક તથા ડાઉન લાઈનમાં રાતના ૧.૩૦ વાગ્યાથી રાતના ૪.૩૦ વાગ્યા સુધી ત્રણ કલાકનો બ્લોક રહેશે.
મધ્ય રેલવેમાં માટુંગા-મુલુંડ અપ એન્ડ ડાઉન ફાસ્ટ લાઈનમાં સવારના ૧૧.૦૫ વાગ્યાથી બપોરના ૩.૫૫ વાગ્યા સુધી તથા પનવેલ-વાશી અપ એન્ડ ડાઉન હાર્બર લાઈનમાં સવારના ૧૧.૦૫ વાગ્યાથી બપોરના ૪.૦૫ વાગ્યા સુધી બ્લોક રહેશે, એમ રેલવેએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

Most Popular