બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક સાત માળની ઈમારતમાં મંગળવારે થયેલા વિસ્ફોટમાં બે મહિલાઓ સહિત 17 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસે આ માહિતી આપી હતી. મીડિયા રીપોર્ટસ અનુસાર લગભગ સાંજે 4:50 વાગ્યે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. રાહત અને બચાવ કામગીરી માટે ફાયરબ્રિગેડની 11 ટીમ સ્થળ પર કામ કરી રહ્યા છે.
અહેવાલો અનુસાર, મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે હજુ પણ ઘણા લોકો બિલ્ડિંગના ભોંયરામાં ફસાયેલા હોવાની આશંકા છે. બોમ્બ ડિસ્પોઝલ યુનિટની રેપિડ એક્શન ટીમ ઘટના સ્થળે તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘાયલોને ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ તમામને હોસ્પિટલના ઈમરજન્સી યુનિટમાં સારવાર આપવામાં આવી રહી છે.
બિલ્ડિંગના બેઝમેન્ટમાં સેનિટરી પ્રોડક્ટ્સ માટેના ઘણા સ્ટોર્સ છે અને બાજુની બિલ્ડિંગમાં BRAC બેન્કની શાખા છે. વિસ્ફોટના કારણે બેંક બિલ્ડિંગની કાચની દિવાલ તૂટી ગઈ હતી. રોડની બીજી બાજુ પાર્ક કરેલી બસને પણ બ્લાસ્ટથી નુકસાન થયું છે.
ઢાકાની બહુમાળી ઈમારતમાં વિસ્ફોટ, અત્યાર સુધીમાં 17 લોકોના મોત
RELATED ARTICLES