અફ્ઘાનિસ્તાનના ઐબક શહેરના મધરસામાં નમાઝ પઢતી વખતે વિસ્ફોટ થયો હતો, જેમાં 15 લોકોના મોત થયા હતાં અને 27 લોકો ઘાયલ થયા હતાં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ દુર્ઘટનામાં 10 વિદ્યાર્થીના મોત થયા હતાં. સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલાની તપાસ હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે તાલિબાનના કટ્ટર દુશ્મન આઈએસઆઈએસ દ્વારા અવારનવાર નમાઝ વખતે વિસ્ફોટ કરવામાં આવે છે અને ખાસ કરીને અફઘાનિસ્તાનના શિયા સમુદાયના લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર કોઈ સંગઠન દ્વારા આ વિસ્ફોટની જવાબદારી લેવામાં આવી નથી.