અત્યાર સુધી તમે ડ્રાયફ્રુટ્સ ખાવાના ફાયદાઓ વિશે જાણ્યું હશે અને એમાં પણ બદામ અને કાળી દ્રાક્ષ ખાવાનો તો અસંખ્ય ફાયદાઓ લોકો આપણને આંગળીના વેઢે ગણાવી દે છે. પણ ક્યારેય તમે કાળી દ્રાક્ષનું પાણી પીધું છે કે? કે પછી આ પાણી પીવાના ફાયદાઓથી તમે માહિતગાર છો કે? જો તમને પણ આના ફાયદાઓ ના ખબર હોય તો અહીં જાણી લો અને તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે આ ફાયદાઓ જાણ્યા પછી તમારી આંખો આશ્રર્ચયથી પહોળી થઈ જશે.
કાળી કિસમીસમાં ભરપુર પ્રમાણમાં પોષક તત્ત્વો હોય છે. તેમાં આયર્ન, ફાઈબર, પ્રોટિન, વિટામી બી-6, વિટામીન-ઈ, કેલ્શિયમ, પોટેશિયમ અને કોપર વગેરે ભરપૂર પ્રમાણમાં હોય છે. મોટાભાગના ન્યુટ્રિશિયનિસ્ટ આ કાળી કિસમીસને ભીંજાવીને ખાવાની સલાહ આપે છે. માનસિક આરોગ્ય માટે આ સર્વોત્તમ આહાર માનવામાં આવે છે અને આને કારણે વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે.
કાળી દ્રાક્ષનું પાણી પીવાને કારણે ઈમ્યુનિટી સિસ્ટમ બુસ્ટ થાય છે. હાલમાં ચેપી રોગનો વાયરો જોવા મળી રહ્યો છે, જેને કારણે શરીરની ઈમ્યુનિટી વધારવાનું ખૂબ જ જરૂરી છે. આ પાણી વાઈરલ ઈન્ફેક્શનથી પણ બચાવે છે, જેને કારણે બીમાર પડવાની શક્યતા નહીંવત હોય છે. શરીરમાં જો ઝેરી ઘટકો વધુ પ્રમાણમાં જમા થઈ જાય તો અનેક પ્રકારની બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. જે લોકો કાયમ કાળી દ્રાક્ષનું પાણી પીવે છે એમના શરીરમાંથી ટોક્સિન્સ બહાર નીકળી જાય છે અને શરીર નિરોગી રહેવામાં મદદ મળે છે.
હવે કાળી કિસમીસનું પાણીપીવાના આટ-આટલા ફાયદાઓ જાણી લીધા બાદ એ પણ જાણી જ લો કે આ કાળી કિસમીસનું પાણી તૈયાર કઈ રીતે કરશો. કાળી દ્રાક્ષનું પાણી તૈયાર કરવા માટે એક કઢાઈમાં એક ગ્લાસ પાણી ઉકાળી લો. હવે તેમાં કાળી કિસમીસ નાખીને આખી રાત પલાળી રાખો. સવારે ઉઠ્યા બાદ ખાલી પેટે આ પાણ ગાળીને પી લો…