બાબાના દરબારમાં BJP નેતાની ગુંડાગર્દી! એન્ટ્રી ન મળી તો ફાડી નાંખ્યા ગાર્ડના કપડાં

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મહાકાલેશ્વરના ઉજ્જૈનમાં પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહારાલેશ્વર મંદિરમાં આજે ભાજપ યુવા મોર્ચાના કાર્યકર્તાઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ગરમાગરમી થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા મહાકાલેશ્વર મંદિરમાં બુધવારે ભોળાનાથના દર્શન કરવા પહોંચ્યા હતાં તે દરમિયાન તેમના સમર્થકો અને મંદિરના સ્ટાફ તથા સુરક્ષાકર્મીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને મારપીટ થઈ હોવાની જાણકારી મળી રહી છે.

આ મામલે હાલમાં કોઈ કંઈ બોલવા તૈયાર નથી, પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે તેજસ્વી સૂર્યા જે સમયે મંદિર પહોંચ્યા હતાં તે જ સમયે પ્રદેશ અધ્યક્ષ વૈભવ પંવાર તથા અન્ય બીજા પદાધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત હતાં. તેજસ્વી સૂર્યા દર્શન કરવા માટે ગર્ભગૃહ પાસે પહોંચ્યા ત્યારે અન્ય પદાધિકારીઓ પણ અંદર જતા રહ્યા હતાં. દરમિયાન ત્યાં ઉપસ્થિત સમર્થકોની ભીડને સુરક્ષાકર્મીઓને નંદી હોલ સુધી જવા માટે રોક્યા હતાં અને આ વાતથી નારાજ ભાજપના કાર્યકર્તાઓએ બેરિકેટ્સ હટાવ્યા હતાં અને જબરદસ્તી અંદર પ્રવેશ કર્યો હતો અને મંદિર પરિસરમાં બબાલ થઈ હતી.

મળતી માહિતી અનુસાર કાર્યકર્તાઓએ સુરક્ષા કર્મચારીના કપડાં ફાડી નાંખ્યા હતાં અને મારપીટ પણ કરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.