સાથી પક્ષોને ધીરે ધીરે ખતમ કરવાની ભાજપની રણનીતિ, નીતીશકુમારનો નિર્ણય યોગ્ય: શરદ પવાર

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

એનસીપી પ્રમુખ શરદ પવારે ભાજપની ટીકા કરતા જણાવ્યું હતું કે તેમની રણનીતિ ધીમે ધીમે સાથી પક્ષોને ખતમ કરવાની છે. તેઓ બારામતીમાં એક સમારંભમાં બોલી રહ્યા હતા.
નીતીશકુમારે ભાજપ સાથે છેડો ફાડી આરજેડી સાથે ગઠબંધન બનાવવાનો નિર્ણય કર્યો એ અંગે પૂછવામાં આવતા શરદ પવારે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને ભાજપની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભાજપે મહારાષ્ટ્રમાં શિવસેનાનું વિભાજન થાય એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું. બિહારમાં આવી જ હિલચાલ શરૂ થાય તે પહેલા નીતીશ કુમાર સમયસર એલર્ટ થઈ ગયા હતા. તેમણે ભાજપ સાથેનું ગઠબંધન છોડવાનો નિર્ણય લીધો હતો. આજે ભાજપના નેતાઓ તેમની ટીકા કરી રહ્યા છે. પરંતુ નીતીશકુમારે લીધેલું પગલું ડહાપણભર્યું છે, એમ શરદ પવારે કહ્યું હતું.
ભાજપ અધ્યક્ષે નિવેદન આપ્યું હતું કે પ્રાદેશિક પક્ષોનું કોઈ ભવિષ્ય નથી. તેઓ નહીં રહે અને દેશમાં અમારી એકમાત્ર પાર્ટી ભાજપ જ રહેશે. નીતીશકુમાર, અકાલી દળ અને ભાજપના અન્ય સહયોગી પક્ષોની સમાન ફરિયાદો છે. બીજેપી ધીમે ધીમે તેના સાથી પક્ષોને બહાર કાઢી રહી છે. નીતીશ કુમાર લોકપ્રિય નેતા છે. તેમણે સાવધ વલણ અપનાવ્યું અને ભાજપથી અંતર જાળવી રાખ્યું, એમ શરદ પવારે જણાવ્યું હતું. સુશીલ મોદીએ ભાજપ સાથે વિશ્વાસઘાત કરવા બદલ શિવસેના તૂટી ગઈ હોવાનું નિવેદન આપ્યું હતું, જેના પર શરદ પવારે ભાજપની રાજનીતિની ટીકા કરી હતી.

1 thought on “સાથી પક્ષોને ધીરે ધીરે ખતમ કરવાની ભાજપની રણનીતિ, નીતીશકુમારનો નિર્ણય યોગ્ય: શરદ પવાર

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.