Homeઆપણું ગુજરાત'આ ગુજરાત મે બનાવ્યું છે' ભાજપનું નવું કેમ્પેઈન, વડપ્રધાન મોદીએ આપ્યું હતું...

‘આ ગુજરાત મે બનાવ્યું છે’ ભાજપનું નવું કેમ્પેઈન, વડપ્રધાન મોદીએ આપ્યું હતું સૂત્ર

‘ભરોસાની ભાજપ સરકાર’ અને ‘અગ્રેસર ગુજરાત’ બાદ ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા વધુ એક કેમ્પેઇન શરુ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ ગઈ કાલે વલસાડની જાહેર સભામાં આ સૂત્ર આપ્યું હતું. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ‘દરેક ગુજરાતી કહે છે કે આ ગુજરાત મે બનાવ્યું છે’
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ કાલે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર ગુજરાતની એક દિવસની મુલાકાતે આવ્યા હતા. વલસાડના કપરાડાના નાનાપોંઢામાં જનસભા સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રના વિકાસ માટે ગુજરાતના વિકાસની ભાવના સાથે જ આપણે સતત કામ કરતાં આવ્યા છીએ. દરેક ગુજરાતી આત્મવિશ્વાસથી ભરેલો છે, એટલા જ માટે પ્રત્યેક ગુજરાતી બોલે છે, અંતરમનનો અવાજ બોલે છે, પ્રત્યેક ગુજરાતના હૈયામાંથી નાદ નીકળે છે, આ ગુજરાત મેં બનાવ્યું છે.

“>

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું કે, ગુજરાતમાં આદિવાસી વિસ્તારનો વિકાસ થયો છે. ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર દૂર થયો છે. ગુજરાતના ગામડાઓમાં 24 કલાક વીજળી આવે છે. ગુજરાત આજે સફળતાના શિખરો સર કરી રહ્યું છે. પીએમ મોદીએ કરેલા પરિશ્રમને કારણે ગુજરાત અહીં સુધી પહોંચ્યું છે. ગુજરાતને 24 કલાક વીજળી મળે છે, જે કોઇ રાજ્યને મળતી નથી.

RELATED ARTICLES

Most Popular