વિવાદ છતાં ભાજપનું શિક્ષણ સંસ્થાઓમાં સદસ્યતા અભિયાન યથાવત, AAPએ રાજકારણને શિક્ષણથી દૂર રાખવા માંગ કરી

આપણું ગુજરાત

Godhra: વર્ષના અંતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે ભાજપના કાર્યકર્તાઓ વધુમાં વધુ યુવાનોનોને પાર્ટીમાં સામેલ કરવા પ્રયાસો કરી રહ્યા છે. આ માટે તેઓ શિક્ષણ સંસ્થાઓમાં ઘુસી અભિયાન ચલાવી રહ્યા છે જેનો વિરોધ થવા છતાં ગોધરામાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ગોધરાની કોમર્સ અને બીએડ કોલેજના વિદ્યાર્થીઓ માટે મોટિવેશન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ કામિની સોલંકીએ આવ્યા હતા. તેમણે કાર્યક્રમમાં હાજર કોલેજના વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનવા કહ્યું હતું અને વિદ્યાર્થીઓના મોબાઇલ ફોન દ્વારા SMS મોકલી પાર્ટીના સદસ્ય બનાવ્યા હતા.
નોંધનીય છે કે આ પહેલા પણ ભાવનગર અને બહુચરાજીની કોલેજોમાં ભજપના કાર્યકર્તાઓએ કરેલા સદસ્યતા અભિયાનની ચારે તરફથી ટીકા થઇ હતી. ત્યારે ગોધરામાં પણ આવી જ ઘટના બનતા આમ આદમી પાર્ટીએ શિક્ષણને રાજકારણથી દૂર રાખવાનુ જણાવીને વિરોધ નોંધાવ્યો છે. વિદ્યાર્થીઓના મોબાઈલ ફોન સાથેના ફોટો વાઈરલ થતા વિવાદ ઉભો થયો છે. ભાજપની સદસ્યતાનો ટાર્ગેટ પૂર્ણ કરવા કોલેજમાં વિદ્યાર્થીઓ માટેના મોટિવેશન કાર્યક્રમમાં ભાજપે સદસ્યતાનું મોટિવેશન આપતા શિક્ષણને રાજકીય રંગ આપતાં શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
ત્યારે પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ કામીનીબેન સોલંકીએ બચાવ કરતા કહ્યું હતું કે મેં કોઈ વિદ્યાર્થીને ભાજપના સદસ્ય બનાવ્યા નથી. કોઈ તકલીફ વખતે મને જાણ એટલા માટે મારા ફોન નંબર બોર્ડ પર લખ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.