કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે બિહાર પહોંચી ગયા છે. તેઓ પશ્ચિમ ચંપારણ જિલ્લામાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા છે. જનસભામાં બોલતા અમિત શાહે કહ્યું હતું કે, આજે હું ચંપારણની પવિત્ર ભૂમિ પર આપ સૌનું સ્વાગત કરું છું. પૂર્ણ બહુમતવાળી ભાજપ સરકાર જ બિહારને વિકાસ અને સમૃદ્ધિના માર્ગે લઈ જઈ શકે છે. અમિત શાહે કહ્યું હતું કે, પશ્ચિમ ચંપારણના અજલૌરિયામાં આયોજિત આ વિશાળ જનસભાને સંબોધિત કરવી ખૂબ જ સારી લાગણી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, બિહારની જનતાએ છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌથી મોટી પાર્ટી બનાવી છે. ડબલ એન્જિનની સરકાર સારી રીતે ચાલે તે માટે અમે વચન મુજબ નીતિશજીને મુખ્ય પ્રધાન બનાવ્યા, પરંતુ નીતીશબાબુ દર ત્રણ વર્ષે પીએમ બનવાનું સપનું જુએ છે. તેઓ જંગલ રાજના પ્રણેતા લાલુ પ્રસાદ યાદવના ખોળામાં જઇને બેઠા. સત્તા માટે નીતીશ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના ચરણે ગયા. અમિત શાહે કહ્યું કે નીતીશજીએ ઘણા વર્ષોથી ‘આયા રામ ગયા રામ’ કર્યા કર્યું છે, હવે તેમના માટે ભાજપના દરવાજા હંમેશા માટે બંધ છે. હું બિહારના લોકોને અપીલ કરવા આવ્યો છું કે જેડીયુ અને આરજેડીનું આ અપવિત્ર ગઠબંધન પાણી અને તેલ જેવું છે. આમાં જેડીયુ પાણી છે અને આરજેડી તેલ છે. અને આ બંને ક્યારેય મળી શકતા નથી. શાહે કહ્યું કે નીતીશે બિહારનું વિભાજન કર્યું. બિહાર સળગી રહ્યું છે. તેમણે કહ્યું કે સીએમ નીતીશ નકલી દારૂ પર ચુપ્પી સાધીને બેઠા છે.
તેમણે લોકોને આગામી ચૂંટણીઓમાં ભાજપને મત આપીને ભારે બહુમતિથી જીતાડવાની અપીલ કરી હતી.