કર્ણાટકમાં ઉદયપુર હત્યાકાંડનું પુનરાવર્તન, ભાજપ નેતાની કુહાડીથી કરી હત્યા: કન્હૈયાલાલની હત્યાનો કર્યો હતો વિરોધ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં મંગળવારે ભાજપ નેતા પ્રવીણ નેટ્ટારુની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. જોકે, આ હત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મહત્ત્વની વાત એ છે કે પ્રવીણે 29 જૂનના રોજ ઉદયપુરના કન્હૈયાલાલની થયેલી હત્યાનો વિરોધ નોંધાવતી પોસ્ટ કરી હતી.


બીજી બાજુ ભાજપના કાર્યકર્તા આકરા પાણીએ છે. ઠેર ઠેર વિરોધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. જોકે, બુધવારે અત્યાર સુધી 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ભાજપ નેતા પ્રવીણ નેટ્ટારેએ ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, રાષ્ટ્રવાદી વિચારધારાને સપોર્ટ કરનારા એક દરજીનું ગળું કાપીને હત્યા કરવામાં આવી અને આ ઘટનાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો. ત્યારબાદ પીએમ મોદીને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા છે. આ એવા રાજ્યમાં બની છે, જ્યાં કોંગ્રેસની સરકાર છે. આ મુદ્દે હવે કોઈ કંઈ બોલશે?
પ્રવીણ પોલ્ટ્રીની દુકાન ચલાવતો હતો. દુકાન બંધ કરીને તે ઘરે જઈ રહ્યો હતો ત્યારે હુમલાખોરોએ બાઈક પર આવીને તેનો રસ્તો રોક્યો હતો અને કુહાડીથી હુમલો કર્યો હતો. તે સમયે વધુ લોકો હતા નહીં, તેથી તેની મદદ કરવા કોઈ આવી શક્યું નહી. ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રવીણને હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં તેનું મોત થયું હતું. ઘટના બાદ ભાજપના કાર્યકર્તાઓ રોષે ભરાયા છે અને ન્યાયની માગણી કરી રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.