ભાજપે નેતાઓને કહ્યું- કાર્યકર્તાઓ તૈયાર રાખો, શિવસેનાના બળવાખોરોનું મુંબઈ એરપોર્ટ પર થશે સ્વાગત

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: દેવેન્દ્ર ફડણવીસના ઘરે થયેલી ભાજપની કોર કમિટીની બેઠક સમાપ્ત થઇ ચૂકી છે. બેઠકમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા થઇ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં નેતાઓને કહેવામાં આવ્યુ છે કે તેઓ કાર્યકર્તાઓને તૈયાર રાખે. જયારે શિવસેનાના બળવાખોર ધારાસભ્યો મુંબઈ પરત ફરશે ત્યારે ભાજપના કાર્યકર્તાઓ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરશે. દરમિયાન ભાજપના સુધીર મુનગંટીવારનું કહેવું છે કે એકનાથ શિંદે જૂથ સામેથી પ્રસ્તાવ લઇને આવશે તો અમે તેના પર વિચાર કરીશું.
બેઠકમાં ચંદ્રકાંત પાટીલ, પંકજા મુંડે, સુધીર મુનગંટીવાર સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપ હજુ વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે.

ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથેના નવા ગઠબંધન પર વિચાર કરે- બળવાખોર MLA કેસરકર

શિવસેનાના બળવાખોર ધારાસભ્ય દીપક કેસરકરે પત્ર લખીને કહ્યું છે કે આ બળવાખોરી નથી, પણ શિવસેનાના સ્વાભિમાનની લડાઇ છે. હું પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને અનુરોધ કરુ છું કે તેઓ વિચાર કરે અને ભાજપ સાથે નવુ ગઠબંધન કરે. ભાજપ-શિવસેના ગઠબંધન મહારાષ્ટ્રના લોકો દ્વારા કરવામાં આવેલા નિર્ણયને અનુરૂપ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.