પ. બંગાળમાં મમતાને ઝટકો, નંદીગ્રામની મહત્વની ચૂંટણીમાં ભાજપની ઝળહળતી જીત

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પ. બંગાળના નંદીગ્રામના બ્લોક 1માં ભેકુટિયા કોઓપરેટિવ એગ્રીકલ્ચરલ ડેવલપમેન્ટ સોસાયટીની ચૂંટણીમાં ચોંકાવનારા પરિણામો આવ્યા છે, જેને કારણે સત્તાધારી પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસને ઝાટકો લાગ્યો છે. આ ચૂંટણીમાં ભાજપે 12માંથઈ 11 બેઠક જીતી લીધી છે અને ટીએમસીને ફાળે માત્ર એક જ બેઠક ગઇ છે.
નોંધનીય છે કે ઓગસ્ટ 2022માં, તૃણમૂલ કોંગ્રેસે કાંઠી અને નંદીગ્રામમાં સહકારી ચૂંટણી જીતી હતી, ત્યારે ભાજપ ત્યાં ખાતું પણ ખોલાવી શક્યું નહતું. નંદીગ્રામ સહકારી કૃષિ વિકાસ સમિતિની ચૂંટણીમાં તૃણમૂલને 52માંથી 51 બેઠકો મળી હતી. એક સીટ સીપીઆઈએમ જીતી હતી. પરંતુ બરાબર એક મહિના બાદ પરિસ્થિતિએ અચાનક યુ ટર્ન લઇ લીધો છે અને ભાજપે જંગી જીત નોંધાવી છે.
નંદીગ્રામ બ્લોક-1માં 24 સહકારી સમિતિ છે, જેમાં બેની ચૂંટણી થઇ ગઇ છે. ચાર વર્ષના સમયગાળા બાદ આ ચૂંટણી કરવામાં આવી છે. હાલમાં રેવાપાડા અને ભેકુટિયા એમ બે સમિતિમાં ચૂંટણી થઇ છે.
રવિવારે 12 બેઠક માટે મતદાન થયું હતું, જેમાં ભાજપને 12માંથઈ 11 બેઠક પર વિજય મળ્યો હતો. ચૂંટણીના સંપૂર્ણ દિવસ દરમિયાન અહીં અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો. તૃણમૂલ કૉંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે બહારના લોકોને અહીં વોટિંગ માટે લાવવામાં આવ્યા હતા. તૃણમૂલ કૉંગ્રેસના લોકો અહીં લાકડીઓ સાથે ઉતરી પડ્યા હોવાથી ભારે તંગદિલી ફેલાઇ હતી. ત્યાર બાદ પોલીસે આવીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.