Homeઆપણું ગુજરાત‘27 વર્ષમાં ભાજપ ગુજરાતને અધોગતિ તરફ લઈ ગઈ’ કોંગ્રેસે 20 મુદ્દાઓનું તહોમતનામું...

‘27 વર્ષમાં ભાજપ ગુજરાતને અધોગતિ તરફ લઈ ગઈ’ કોંગ્રેસે 20 મુદ્દાઓનું તહોમતનામું જનતા સામે મુક્યું

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરુ થઇ ગયો છે ત્યારે દરેક રાજકિય હરીફ પક્ષ પર આરોપ પ્રતિ આરોપ લગાવવામાં વ્યસ્ત છે. ત્યારે આજે કોંગ્રેસે સત્તારૂઢ ભાજપ પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસે ભાજપ સામે તોહમતનામુ બહાર પાડ્યું છે. તેમણે 20 મુદ્દાઓનું આરોપનામું જનતા સામે મુક્યું હતુ. સરકારની વિવિધ નિષ્ફળતાઓ ગણાવીને તેમની પર આરોપ લગાવવામાં આવ્યા છે.
ગુજરાત કોંગ્રેસે ભાજપ સરકારની નિષ્ફળતાઓ ગણાવતા તહોમત નામું રજુ કરતા એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં ગુજરાતમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોઘવારી, શિક્ષણ અને મોરબીની દુર્ઘટનાનો પણ ઉલ્લેખ કરાયો હતો. ગુજરાત કોંગ્રેસે જણાવ્યું કે, ગુજરાત સરકાર સામે અમે સત્તાવાર આંકડાના આધારે તોહમતનામું રજૂ કરી રહ્યા છીએ. 27 વર્ષ થી ભાજપનું શાસન છે એ પહેલા કોંગ્રેસનું શાસન હતું. કોંગ્રસના શાસનમાં તમામ સરકારી નવી શાળાઓ બનાવી છે. 27 વર્ષમાં ભાજપ સરકાર ગુજરાતને અધોગતિ તરફ લઈ ગઈ છે.
રાજકોટમાં અર્જુન મોઢવાડીયાએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, 1960 થી 95 સુધી કોંગ્રેસની સરકાર હતી. પ્રાથમિક શાળાઓ કોલેજો કોંગ્રેસે બનાવી, પણ ભાજપે 6 હજાર શાળાઓ બંધ કરી અને એકપણ નવી બનાવી નથી. ગુજરાતમાં સરકારી દવાખાના પણ કોંગ્રેસે બનાવ્યા પણ ભાજપે એક પણ બનાવ્યા નથી. રાજ્યમાં પાણીના ડેમો પણ કોંગ્રેસે બનાવ્યા, પણ ભાજપે કંઈ કર્યું નથી.
નર્મદા યોજનાનું કામ કોગ્રેસ કર્યું. એસટી ડેપો કોંગ્રેસે બનાવ્યા, પણ ભાજપે વેચવાનું કામ કર્યું છે. બંદરો પણ કોંગ્રેસે બનાવ્યા, પણ ભાજપે દરિયા કાંઠો વેચવાનું કામ કર્યું છે. ઉદ્યોગકાર માટે અમે લોન અને સબસીડી આપી, ભાજપે તે બંધ કરી.
માથાદીઠ આવકમાં ગુજરાતનું સ્થાન પ્રથમના બદલે છઠ્ઠા ક્રમે છે. ગુજરાતમાં 31.5 લાખ પરિવાર ગરીબી રેખા હેઠળ જીવે છે. ગુજરાતની 6.4 કરોડની વસ્તીને ધ્યાનમાં લેતા પ્રત્યેક ગુજરાતી પર ૬૩ હજારનું દેવું છે.

“>

તેમણે વધુમાં જણાવ્યું કે, પેટ્રોલની એક્સાઈઝ ડ્યુટીમાં 200% વધારો અને ડીઝલમાં 800% વધારો કર્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાનું મુખ્ય કારણ એક્સાઈઝ ડ્યુટી છે. ભાજપે પેટ્રોલ ડીઝલ મોંઘા કર્યા, રસોડાના ખર્ચ પણ બમણો કર્યો, ગુજરાતમાં ખાદ્ય પદાર્થો પણ સોથી મોંઘા કર્યો, ગેસ સિલિન્ડરમાં સબસીડી પણ બંધ કરી દીધી. હાલમાં ગુજરાતનું દેવું 4 લાખ કરોડને આબી ગયું છે.

RELATED ARTICLES

Most Popular