Homeટોપ ન્યૂઝશ્રદ્ધા મર્ડર કેસઃ આરોપી અને BJP નેતા શહજાદ પૂનાવાલા વચ્ચે શું સંબંધ...

શ્રદ્ધા મર્ડર કેસઃ આરોપી અને BJP નેતા શહજાદ પૂનાવાલા વચ્ચે શું સંબંધ છે?

શ્રધ્ધા હત્યાકાંડ દેશભરમાં ગાજી રહ્યો છે. મુંબઇની શ્રદ્ધા વોકરની લિવ-ઈન-પાર્ટનર આફતાબ અમીન પૂનાવાલાએ હત્યા કરી નાખી અને તેના શરીરના 35 ટૂકડા કરી એક એક કરીને જંગલમાં જુદી જુદી જગ્યાએ ફેંકી આવ્યો હતો. હાલમાં આ કેસમાં દિલ્હીની પોલીસ બારિકાઇથી તપાસ કરી રહી છે.
દરમિયાનમાં ટ્ટીટર પર એક સવાલ કરવામાં આવ્યો હતો કે ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલા સાથે શું સંબંધ છે?

આ સવાલ થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગયો હતો. ટૂંક સમયમાં આ વાત ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલા સુધી પણ પહોંચી ગઇ હતી. આ સવાલથી શહજાદ પૂનાવાલાએ ગુસ્સે થઈને સવાલ કરનારને માનહાનિની ​​નોટિસ મોકલી આપી હતી. પ્રશ્ન પૂછનાર વ્યક્તિ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલ્યાન હોવાનું જાણવા મળ્યું છે.
એક તરફ શ્રદ્ધા હત્યાકાંડમાં રોજ નીતનવા ખુલાસાઓ થઇ રહ્યા છે. આ હત્યા અંગે નિવેદનો આપતી વખતે રાજકીય નેતાઓ આફતાબને કડકમાં કડક સજા કરવાની માગણી કરી રહ્યા છે. ભાજપના ગિરિરાજ સિંહ અને રામ કદમ જેવા નેતાઓ આને લવ જેહાદનો મામલો ગણાવી રહ્યા છે. ત્યારે માત્રને માત્ર અટકની સમાનતા જોઇને દિલ્હી અને પંજાબની સત્તાધારી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલ્યાને ટ્વીટ કરીને સવાલ કર્યો છે કે શું હત્યારો આફતાબ અમીન પૂનાવાલા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલા સાથે સંબંધિત છે?
આવા પાયાવિહોણા સવાલ પર સ્વાભાવિક જ છે કે શહજાદ પૂનાવાલા ગુસ્સે થઇ જાય. તેમણે AAP નેતાને સીધી જ માનહાનિની નોટિસ મોકલી આપી છે. તેમણે પોતાના ટ્વીટમાં લીગલ નોટિસની કોપી પણ શેર કરી છે.

“>

AAP ધારાસભ્યએ તેમના ટ્વિટમાં સવાલ કર્યો હતો કે શ્રદ્ધા વાકરની હત્યા કરીને એની લાશના 35 ટૂકડા કરનારા હત્યારા આફતાબ પૂનાવાલા અને ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલા વચ્ચે શું સંબંધ છે? લોકો સવાલ પૂછી રહ્યા છે લોકો જાણવા માગે છે કે બંને વચ્ચે કોઇ સંબંધ નથી તો પછી શહઝાદ પૂનાવાલા કેમ મોઢું છુપાવી રહ્યા છે? તેઓએ મીડિયા સમક્ષ આવીને સ્પષ્ટતા કરવી જોઇએ.
જોકે, આટલેથી અટકવાને બદલે નરેશ બાલ્યાને ફરીથી ટ્વિટ કર્યું કે તે શહજાદ પૂનાવાલાની નોટિસથી ડરતો નથી. પોતાના રિપ્લાય ટ્વીટમાં તેણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે શહજાદ અને તેની પાર્ટી ભાજપ શ્રદ્ધાના કિલર આફતાબના સમર્થનમાં ઉતરી આવી છે.<

“>

/p>

RELATED ARTICLES

Most Popular