આ ભારત જોડો નહીં પરિવાર અને ભ્રષ્ટાચાર જોડો યાત્રા છે, જાણો ભાજપ નેતાએ શા માટે કહ્યું આવું

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પર છે ત્યારે હાલમાં પોસ્ટરને લઈને વિવાદ વકરી રહ્યો છે. કોંગ્રેસના પોસ્ટરરમાં કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ કોબર્ટ વાડ્રાની પણ તસવીર લાગે છે. રોબર્ટ વાડ્રાએ પોતે પણ તસવીરો પોસ્ટ કરી છે. તેને લઈને ભાજપે આકરા પ્રહારો કરવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસના વિવાદિત પોસ્ટર પર હુમલો કરતાં ભાજપ પ્રવક્તા શહઝાદ જયહિંદે રોબર્ટ વાડ્રાના ટ્વિટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે, કોંગ્રેસની ભારત જોડો યાત્રા ફક્ત પરિવાર જોડો અને ભ્રષ્ટાચાર જોડો વાળી છે. જો તમને કોઈ સંદેહ થાય તો આ તસવીરને જોઈ લોક, આ એજ પોસ્ટર છે જે દરેક જગ્યાએ લગાવવામાં આવી રહ્યા છે અને આ પોસ્ટરમાં ગાંધી પરિવારના તમામ સભ્ય નજર આવી રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.