‘ગેરકાયદેસર સ્ટુડિયો કૌભાંડમાં કોંગ્રેસના અસલમ શેખ સામે નોટિસ જારી’

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રના મહાવિકાસ આઘાડીની ભૂતપૂર્વ સરકારની મુશ્કેલીઓ દિનપ્રતિદિન વધતી જઇ રહી છે. હવે કોંગ્રેસના નેતા અસલમ શેખ સામે કથિત ગેરકાયદે સ્ટુડિયો કેસમાં નોટિસ જારી કરવામાં આવી છે.
ભાજપના નેતા કિરીટ સોમૈયાએ ટ્વિટર પર નોટિસ શેર કરીને માહિતી આપી હતી કે મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રાલયે 1000 કરોડ રૂપિયાના ગેરકાયદે ફિલ્મ સ્ટુડિયો કૌભાંડના કેસમાં અસલમ શેખ સામે નોટિસ જારી કરી છે. તેમણે કહ્યું કે 2019 કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) નોટિફિકેશન મુજબ, ફિલ્મ નિર્માતાઓ 6 મહિના માટે દરિયા કિનારે સ્ટુડિયો રાખી શકે છે, પરંતુ મઢ માર્વે ખાતે સમયગાળો લંબાવવામાં આવ્યો છે. સોમૈયાએ આ માટે જવાબદાર નેતા સામે કડક કાર્યવાહીની માંગ કરી છે અને આક્ષેપ કર્યો છે કે અસલમ શેખની સ્ટુડિયો માલિકો સાથે મિલી ભગત છે. તેમણે મરાઠીમાં ટ્વીટ કર્યું હતું, “અસલમ શેખ-મઢ માર્વે રૂ. 1000 કરોડનું સ્ટુડિયો કૌભાંડ. મને સ્ટુડિયો તોડી પાડવાની કાર્યવાહીની અપેક્ષા છે.”

असलम शेख – मढ मार्वे ₹1000 कोटींचा स्टुडिओ घोटाळा.

महाराष्ट्राच्या पर्यावरण मंत्रालयाने नोटीस जारी केली आहे

मुंबई जिल्हाधिकारी आणि महानगरपालिकेला कठोर कारवाई करण्यास सांगितले

मला स्टुडिओ तोडण्याची कारवाईची अपेक्षा आहे @BJP4Maharashtra pic.twitter.com/1IaEXDWQfA

— Kirit Somaiya (@KiritSomaiya) August 6, 2022

“>
“મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (MCZMA), અને મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રાલયે આ નોટિસ જારી કરી છે અને જિલ્લા કલેક્ટર અને MCGM પાસેથી ખુલાસો માંગ્યો છે. 2019 CRZ સુધારા મુજબ, ફિલ્મ નિર્માતા દરિયા કિનારે ફિલ્મનો સેટ અસ્થાયી રૂપે રાખી શકે છે, સ્ટુડિયો નહીં. અહીં 10 સ્ટુડિયોને નોટિસ આપવામાં આવી છે. મારા મતે, કોવિડ સમયગાળા દરમિયાન છેલ્લા 18 મહિનામાં 28 કોમર્શિયલ સ્ટ્રક્ચર સ્ટુડિયો આવ્યા છે. બધા મઢ માર્વે સાથે સંબંધિત છે અને મોટાભાગના સ્ટુડિયોના માલિકો અસલમ શેખ સાથે સંબંધ ધરાવે છે”, એમ કિરીટ સોમૈયાએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.