મુંબઈ: મહારાષ્ટ્રમાં વિપક્ષ એનસીપીએ શુક્રવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને અપીલ કરી હતી કે રાજ્યમાં નોકરીઓ અને રોકાણોનું રક્ષણ કરવામાં આવે અને તેમના સાથી પક્ષ ભાજપના મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટ રાજ્યમાંથી અન્ય રાજ્યોમાં વાળી દેવાના પ્રયાસમાં ફસાઈ ન જવું.
મહારાષ્ટ્ર એનસીપીના પ્રવક્તા મહેશ તાપસેએ કહ્યું હતું કે એનસીપીએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના બોલીવુડ અને રાજ્યના ઉદ્યોગોને રોકાણો માટે આકર્ષવાના પ્રયાસની ગંભીર નોંધ લીધી છે. ગુજરાત બાદ હવે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન રાજ્યના પ્રોજેક્ટ ચોરવા માટે આવી ગયા છે. આ બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે.
તેમણે કહ્યું હતું કે છેલ્લા 60 વર્ષમાં રાજ્યના લોકોના ખૂન-પસીનામાંથી ઊભી થયેલી સંપત્તિ મુખ્ય પ્રધાનની પાર્ટીના સાથી પક્ષ ભાજપશાસિત રાજ્યમાં લઈ જવા માગે છે. રાજ્યમાંથી એકેય પ્રોજેક્ટ બહાર ન જાય તે મુખ્ય પ્રધાને સુનિશ્ર્ચિત કરવું જોઈએ.
ભાજપ શાસિત ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રોજેક્ટ ચોરવા આવ્યા: એનસીપી
RELATED ARTICLES