ભાજપની નવી સંસદીય સમિતિની જાહેરાત થઈ ગઈ છે. મહત્ત્વની વાત એ છે કે આ સમિતિમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને સ્થાન આપવામાં આવ્યું નથી. એટલે કે આ સમિતિમાં મહારાષ્ટ્રના એકપણ નેતાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. અગાઉ આ સમિતિમાં દેવેન્દ્ર ફડણવીસને સામેલ કરવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું, પરંતુ તેમને પણ સમિતિનો ભાગ બનાવવામાં આવ્યા ન હોવાનું જાણવા મળ્યું છે.

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણને પણ સમિતિમાં સ્થાન મળ્યું નથી. નોંધનીય છે કે ગડકરી અને ચૌહાણ અગાઉ આ સમિતિનો ભાગ રહ્યા હતાં.

તેમની જગ્યાએ આસામના ભુતપૂર્વ મુખ્ય પ્રધાન સર્બાનંદ સોનોવાલ અને કર્ણાટકના મુખ્ય પ્રધાન બી. એસ. યેદુરપ્પાને સામેલ કરવામાં આવ્યા છે. આ નેતાઓ સાથે સુધી યાદવ, કે લક્ષ્મણ, સત્યનારાયણ જટિયા અને ઈકબાલ સિંહ લાલપુરા જેવા નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. પીએમ મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આ સમિતિના સભ્યો તરીકે કાયમ છે.

Google search engine