ભાજપ સંસદ વરુણ ગાંધીએ ફરીને કેન્દ્ર સરકારને ઘેરી, કહ્યું ‘પહેલા સાંસદોને મળતી મફતની સુવિધાઓ પર ચર્ચા કરીએ.’

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

બીજેપી લોકસભા સાંસદ વરુણ ગાંધીએ(Varun Gandhi) આજે ફરી પોતાની જ પાર્ટીની સરકારને ઘેરી છે. બીજેપીના રાજ્યસભા સાંસદ સુશીલ કુમાર મોદીએ દેશમાં રાજકીય પક્ષો દ્વારા મફત ભેટ આપવાની પ્રથાને રોકવા માટે ઝીરો અવર નોટિસ આપી હતી. આ મુદ્દાને આધારે વરુણ ગાંધીએ ટ્વીટ કરી લખ્યું હતું કે, ‘બીજેપી સાંસદ સુશીલ મોદીએ ગૃહમાં રાજકીય પક્ષો દ્વારા આપતિ મફતની ભેટની સંસ્કૃતિ ખતમ કરવાના મુદ્દા પર ચર્ચા કરવા પ્રસ્તાવ મુક્યો હતો, પરંતુ જનતાને આપવામાં આવતી રાહતો પર આંગળી ચીંધતા પહેલા આપણે આપણી પોતાની તરફ નજર કરાવી જોઈએ. સાંસદોના પેન્શન સહિતની અન્ય તમામ મફતની સુવિધાઓ નાબૂદ કરવાની ચર્ચાથી શરૂઆત કેમ ન કરીએ?’

“>

આ પહેલા વરુણે LPG ગેસના ભાવને લઈને સરકારને ઘેરી હતી. તેમણે લખ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં 4.13 કરોડ લોકો એક પણ વાર એલપીજી સિલીન્ડર રિફિલ કરાવી શક્યા નથી, જ્યારે 7.67 કરોડ લોકોએ માત્ર એક જ વાર સિલીન્ડર રિફિલ કર્યું હતું. ઘરેલું ગેસના વધતા ભાવો અને નજીવી સબસિડીના કારણે ગરીબોના ‘ઉજ્જવલા ના ચૂલ્હા’ ઓલવાઈ રહ્યા છે. શું “સ્વચ્છ ઇંધણ, શ્રેષ્ઠ જીવન” ના વચનો આ રીતે પૂર્ણ થશે?
વરુણ ગાંધીએ થોડા દિવસો પહેલા બેરોજગારીના મુદ્દાને લઈને પણ ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે સંસદમાં સરકાર દ્વારા આપવામાં આવેલા આ આંકડા બેરોજગારીની સ્થિતિ જણાવી રહ્યા છે. છેલ્લા 8 વર્ષમાં 22 કરોડ યુવાનોએ કેન્દ્રીય વિભાગોમાં નોકરી માટે અરજી કરી હતી, જેમાંથી માત્ર 7 લાખને જ રોજગાર મળ્યો છે. દેશમાં એક કરોડ જેટલી મંજૂર જગ્યાઓ ખાલી છે ત્યારે આ સ્થિતિ માટે જવાબદાર કોણ?

1 thought on “ભાજપ સંસદ વરુણ ગાંધીએ ફરીને કેન્દ્ર સરકારને ઘેરી, કહ્યું ‘પહેલા સાંસદોને મળતી મફતની સુવિધાઓ પર ચર્ચા કરીએ.’

  1. Varun Gandhi, at first glance, would seem to be challenging his own party. The fact of the matter is that when it comes to raising pay and perks there is a unanimity among MPs of ALL parties. Varun has thrown a gauntlet for all MPs of any stripe to stand up and be counted whether they are for or against these increasing benefits to themselves. We haven’t heard a squeak in this matter from anyone. The silence is deafening. In effect Varun is challenging MPs to tighten their own belts when the citizens are being asked to do the same. Parliament is the only place where ’employees’ can vote increases for themselves! It seems obscene to me. If and when these are justified, they should come in effect after the next election. This way MPs avoid conflict-of-interest accusation.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.