દેશમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડના નામની જાહેરાત કરી છે. જોકે, આ ચૂંટણીમાં તેમની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે ત્યારે બંગાળને નવા રાજ્યપાલ મળવા જઈ રહ્યા છે. દરમિયાન ભાજપ સાંસદે મુખ્તાર અબ્બાસ નકવીને બંગાળના નવા રાજ્યપાલ જાહેર કર્યા હતાં.
દિલ્હીના સાંસદ હંસરાજ હંસે શુભેચ્છા આપતી ટ્વીટ પોસ્ટ કરીને અમુક પળમાં તેને ડિલિટ કરી હતી.