ઉદ્ધવ ઠાકરે જો બાળા સાહેબના દીકરા ન હોત તો… ભાજપ MLA એ કર્યો કટાક્ષ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

ભાજપે ફરી એક વાર શિવસેવા પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની યોગ્યતાને લઈને ફરી એક વાર કટાક્ષ કર્યો છે. ભાજપના વિધાનસભ્ય અતુલ ભાતખલકરે જણાવ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરે જો બાળાસાહેબ ઠાકરેના દીકરા ન હોત તો આજે તેઓ એક સ્ટુડિયોમાં ફોટો પાડી રહ્યા હોત. સત્તા ગયા બાદ તેમના મગજ પર અસર થઈ હોય એવું બની શકે છે.
મહારાષ્ટ્રના રાજકીય ઘમાસાણને લઈને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી વચ્ચે પાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો વચ્ચે તણાવપુર્ણ માહોલ સર્જાયો છે. બંને પક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલુ છે. શિંદે અને ફડણવીસ સત્તા પર આવ્યા બાદ પહેલી વાર કેન્દ્રીય ગૃહ પ્રધાન મુંબઈના પ્રવાસે આવ્યા હતાં. અમિત શાહે પણ શિવસેના વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતાં. શિવસેનાએ પણ તેમના મુખપત્ર સામનામાં ભાજપને જડબાતોડ જવાબ આપતાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર એટલું કમજોર નથી કે તે એક તડીપાર ગુંડાની વાત સાંભળશે. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે મુંબઈના શિવાજી પાર્ક ખાતે દશેરા રેલીમાં ઘણું કરવાનું છે. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી કંઈપણ કહેવા માટે મુખ્ય પ્રધાન પદનું માસ્ક લગાવેલું હતું. હવે જે બોલવું હશે તે ખુલીને બોલીશ. તેના જવાબરૂપે ભાજપ વિધાનસભ્ય અતુલ ભાતખલકરે ઉક્ત નિવેદન આપ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.