કર્ણાટક વિધાનસભા ચૂંટણીનો શંખનાદ થઈ ચુક્યો છે. ચૂંટણી પંચે રાજ્યમાં ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. રાજ્યમાં ચૂંટણીની તારીખની સાથે સાથે કેટલીય ન્યૂઝ ચેનલોએ પોતાના રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઈને પોતાના ઓપિનિયન પોલ પણ જાહેર કરી દીધા છે. એક ન્યૂઝ ચેનલના ઓપિનિયન પોલ અનુસાર, કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ભાજપને મોટુ નુકસાન થવાનું અનુમાન છે.
ઓપિનિયમ પોલ અનુસાર, કર્ણાટકમાં આ વખતે ભાજપને 68થી 80ની વચ્ચે વિધાનસભા સીટથી સંતોષ કરવો પડશે. રાજ્યમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે. કોંગ્રેસને કર્ણાટકમાં 115થી 127 વિધાનસભા સીટ મળી શકે છે, જ્યારે કુમારસ્વામીની પાર્ટી જેડીએસને 23થી 35 સીટો મળી શકે છે. ઓપિનિયન પોલમાં અન્ય દળને પણ શૂન્યથી 2 સીટો મળવાની શક્યતા છે.
વર્ષ 2018માં થયેલા વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 104 સીટ પર જીત મળી હતી. જ્યારે કોંગ્રેસ પાર્ટીને 78 સીટ મળી હતી. રાજ્યમાં ત્રીજા નંબર પર કુમારસ્વામીની પાર્ટી જેડીએસ 37 સીટો સાથે ત્રીજા નંબરે આવી હતી. કર્ણાટકમાં બીએસપીને 1 સીટ, કેપીજેપીને 1 તથા અપક્ષને એક સીટ મળી હતી. કર્ણાટકમાં ભાજપને 35 ટકા વોટ મળવાના અનુમાન છે. વોટ શેરના મામલે કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની રહેવાનું અનુમાન છે. રાજ્યમાં કોંગ્રેસને કુલ વોટના 40 ટકા મળી શકે છે. કુમારાસ્વામીની પાર્ટીને 18 ટકા વોટ જ્યારે અન્ય પાર્ટીને 7 ટકા વોટ મળવાનું અનુમાન છે.