Homeઆપણું ગુજરાતભાજપે શરૂ કરી લોકસભાની તૈયારીઃ ગુજરાતના આઠ-દસ સાંસદના પત્તા કટ થવાની વકી

ભાજપે શરૂ કરી લોકસભાની તૈયારીઃ ગુજરાતના આઠ-દસ સાંસદના પત્તા કટ થવાની વકી

ભાજપ તેની સંગઠનશક્તિ માટે જાણીતું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ અને હવે 2023માં નવ રાજ્યમાં ચૂંટણી થવાની છે, પરંતુ તે બાદ તરત 2024માં લોકસભાની ચૂંટણી આવશે. ભાજપે દેશભરમાં લોકસભાની ચૂંટણી માટેની બેઠકનો દોર શરૂ કરી દીધો છે. ગુજરાતમા પણ બેઠકો શરૂ થઈ ગઈ છે.

છેલ્લી બે લોકસભાની ચૂંટણીથી ગુજરાતમાં તમામ 26 બેઠક ભાજપ પોતાને નામ કરે છે. આ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠક પોતાને નામ કરી છે, આથી 2024માં પણ ભવ્ય વિજયની આશા ભાજપને છે.
ભાજપે આ વખતે લોકસભાની ચૂંટણીમાં દેશભરમાંથી ૪૦૦ બેઠકો પાર કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હોવાનો સૂત્રોનો દાવો છે. સૂત્રોનું એમ પણ કહેવાનું છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં પક્ષ લગભગ દેસક જેટલા વર્તમાન સાંસદને પડતા મૂકી નવા ચહેરા અથવા વિધાનસભ્યોને તક આપશે.

ગુજરાત ભાજપે પણ 26 બેઠકો જીતવા માટે સોશિયલ મીડિયા પર આક્રમક પ્રચાર કરવાનું નક્કી કર્યું છે. દરેક મતવિસ્તાર માટે સોશિયલ મીડિયા ટીમ બનાવીને કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓની મદદથી પ્રચાર કરાશે. લોકસભા ચૂંટણીમાં પણ નવા ચહેરા આવશે. ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં પણ 60 વધારે નવા ચહેરાને તક આપી હતી.
ભાજપ એક ચૂંટણી પૂરી થાય એટલે તરત જ તે પછી આવતી બીજી ચૂંટણીની તૈયારીઓમાં લાગી જાય છે. હમણાં જ 156 બેઠકો સાથે વિધાનસભા ચૂંટણીમાં વિક્રમ બનાવ્યો અને પાર્ટીએ મનોમંથન શરૂ કરી દીધું છે. જો કે વિધાનસભા ચૂંટણીના પરિણામો અને સમીકરણોની આ સમીક્ષા લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને કરવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં એવી પણ ચર્ચા છે કે, વિધાનસભા ચૂંટણીમાં પરિવારના સભ્ય માટે ટિકિટ, પસંદગીના ઉમેદવાર માટે આગ્રહ, ભાજપે ઉતારેલા ઉમેદવારને હરાવવા પ્રયત્નો, પ્રચારમાં ન જવુ એમ એક રીતે બળવાખોરી કરનારા પાંચ સાંસદો સામે હાઈકમાન્ડ સખત નારાજ છે અને તેમને આવનારી લોકસભાની ચૂંટણીમાં પાઠ ભણાવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular