Homeટોપ ન્યૂઝ'ભાજપના નેતાઓ વિરાંગનાઓને બહાને રાજકીય રોટલા શેકે છે', CM ગેહલોનો આરોપ

‘ભાજપના નેતાઓ વિરાંગનાઓને બહાને રાજકીય રોટલા શેકે છે’, CM ગેહલોનો આરોપ

2019માં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 3 CRPF જવાનોની વિરાંગનાઓ છેલ્લા 10 દિવસથી જયપુરમાં ભાજપા સાંસદ ડૉ.કિરોડી લાલ મીણાના નેતૃત્વમાં ધારણા પર બેઠા છે. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે મંગળવારે રાત્રે ટ્વીટ કરી આરોપ લગાવ્યો હતો કે ભાજપના કેટલાક નેતાઓ તેમના રાજકીય રોટલા શેકવા માટે શહીદોની વિરાંગનાઓનો ઉપયોગ કરીને તેમનું અપમાન કરી રહ્યા છે. રાજસ્થાનની આ પરંપરા ક્યારેય રહી નથી. હું તેની નિંદા કરું છું.
ગેહલોતે કહ્યું કે શહીદો અને તેમના પરિવારોનું સન્માન કરવું એ આપણા સૌની જવાબદારી છે અને રાજસ્થાનનો દરેક નાગરિક શહીદોનું સન્માન કરવાની પોતાની ફરજ બજાવે છે, પરંતુ ભાજપના કેટલાક નેતાઓ પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યા છે.
મુખ્યપ્રધાનેએ વિરાંગનાઓ માંગ પર કહ્યું કે શહીદ હેમરાજ મીણાના પત્ની તેમની ત્રીજી પ્રતિમા ચારરસ્તા પર સ્થાપિત કરવા માંગે છે, જ્યારે અગાઉ તેમની બે પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. સરકારી કોલેજ સાંગોદના પરિસરમાં અને તેમના વતન ગામ વિનોદ કલાન સ્થિત પાર્કમાં. આવી અન્ય માંગણીઓ શહીદોના પરિવારોને ધ્યાનમાં રાખીને યોગ્ય નથી.
તમામ વાટાઘાટો બાદ પણ વિરાંગનાઓની માંગણીઓ પર મડાગાંઠ યથાવત છે. સમાધાન માટે રાજ્ય સરકારે મંગળવારે તેના કેબિનેટ પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓને મોકલ્યા હતા, પરંતુ વાતચીત છતાં સમજૂતી થઈ શકી નહતી અને સરકાર તરફથી તમામ ખાતરીઓ આપવામાં આવી હતી.
સરકારનું કહેવું છે કે વિરાંગનાઓની કેટલીક એવી માગણીઓ છે જે નિયમો હેઠળની જોગવાઈઓમાં નથી, જેના માટે સહમતિ બની રહી નથી. સરકાર શહીદોના સન્માનને લઈને ગંભીર છે અને દરેક સ્તરે સંપૂર્ણ મદદ પૂરી પાડવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular