ભાજપના નેતાઓને સમયના મળ્યો તો કોંગ્રેસે સાબરમતી પર બનેલા ફૂટ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરી દીધું

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Ahmedabad: અમદાવાદની સાબરમતી નદી પર એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે રૂ.80 કરોડના ખર્ચે શાનદાર ફુટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. બ્રિજ બનીને તૈયાર થયાના ચાર મહિના થવા છતાં સરકાર દ્વારા આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી. જેથી શહેરીજનોને દુરથી જ આ સુંદર બ્રિજને જોઇને સંતોષ માનવો પડતો હતો. ત્યારે આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પૂર્વના છેડેથી ઢોલ-નગારા સાથે વરસતા વરસાદ વચ્ચે આ ફૂટ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું હતું. કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકરોએ વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણની આગેવાનીમાં ફૂટ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું.

વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ ફૂટ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું

નોંધનીય છે કે વર્ષના અંતે રાજ્યમાં વિધાનસભની ચૂંટણી થવાની છે આથી ભાજપ સરકાર ઉદ્ઘાટન માટે સારા અવસરની રાહ જોઈ રહી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ પાસે સમય ના હોવાને કારણે છેલ્લા 3 મહિનાથી રૂ.80 કરોડથી વધુના ખર્ચે બનેલ ફૂટ ઓવરબ્રિજનું ઉદઘાટન કરવામાં આવતું ન હતું. જેથી લોકલાગણીને માન આપી આજે કોંગ્રેસના કાઉન્સિલરો- કાર્યકર્તાઓની સાથે ફૂટ ઓવર બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. અમે ચાર મહિનાથી કોંગ્રેસ જનરલ બોર્ડમાં બ્રીજને ખુલ્લો મુકવાની માંગ કરી રહ્યા છીએ. પરંતુ ભાજપ ચૂંટણીને ધ્યાનમાં રાખીને બ્રિજનું લોકાર્પણ કરવામાં ટાળી રહી છે.

સાબરમતી નદી પર એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે બનેલો આઇકોનિક ફૂટ ઓવરબ્રિજ

કોંગ્રેસ લાંબા સમયથી સાબરમતી નદી પર ફૂટઓવર બ્રિજ ખુલ્લો મૂકવાની માંગ કરી હતી. તેમણે એએમસીમાં પણ આ અંગે રજૂઆતો કરી હતી. આજે ઢોલ નગારા અને ફુગ્ગાઓ સાથે રિવરફ્રન્ટ પૂર્વ તરફના છેડેથી લોકો માટે આ બ્રિજ ખુલ્લો કરી દેવાયો છે.
આ વર્ષે મે મહિનામાં જ બ્રિજ તૈયાર કરી દેવાયો હતો. સાબરમતી નદી પર એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે રૂ.80 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરાયો છે. ત્યારે આ આઇકોનિક ફૂટ ઓવરબ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવાની યોજના હતી.

1 thought on “ભાજપના નેતાઓને સમયના મળ્યો તો કોંગ્રેસે સાબરમતી પર બનેલા ફૂટ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરી દીધું

  1. These mundane formalities need to be discontinued forthwith. A completed civic facility should be put in operation right away after the safety checks have been completed. The same goes for receiving dignitaries when they return from abroad or come to town. Time, effort any money are misspent in these instances. Those who come to town should go attend to their task and go back under security. No receiving or send-off ceremonies are called for. These colonial practices must be dispensed with right away.

vasant Joshi ને પ્રતિશાદ આપો જવાબ રદ કરો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.