Homeઆપણું ગુજરાતભાજપે ‘અગ્રેસર ગુજરાત’ કેમ્પેઈન લોન્ચ કર્યું, મેનીફેસ્ટો માટે લોકોનો અભિપ્રાય લેવાશે

ભાજપે ‘અગ્રેસર ગુજરાત’ કેમ્પેઈન લોન્ચ કર્યું, મેનીફેસ્ટો માટે લોકોનો અભિપ્રાય લેવાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થાય બાદ દરેક પાર્ટીમાં તૈયારીઓનો ધમધમાટ શરુ થઇ ગયો છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતની જનતાને અનેક વચનો આપ્યા છે ત્યાર આજે ભાજપે ચુંટણી કેમ્પેઈન શરુ કર્યું છે. ગાંધીનગરના કોબા ખાતેથી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ‘અગ્રેસર ગુજરાત’ કેમ્પેઈનનું લોન્ચિંગ કર્યું હતું. સી.આર.પાટીલે જાહેરાત કરતા કહ્યું કે ભાજપ કોઈ નેતાના સગાવાલ્હાને ટીકીટ નહિ આપે.
વધુમાં માહિતી આપતા સી.આર પાટીલે જણાવ્યું કે, ભાજપ 5થી 15 તારીખ સુધી લોકો પાસેથી અભિપ્રાય લઈને 15 તારીખ પછી સંકલ્પ પત્ર (મેનીફેસ્ટો) જાહેર કરીશું. ભાજપે જે વચનો આપ્યા તેમાંથી 78 ટકા પૂર્ણ થયા છે. પ્રત્યેક ગામમાં સૂચન બોક્ષ મુકાશે, મળેલા સૂચન આધારે મેનિફેસ્ટો તૈયાર કરાશે. ભાજપ કોઈના સગાને ટિકિટ નહીં આપે. ભરત ડાભીએ એમના ભાઈ માટે ટિકિટ માગી હતી. મનસુખ વસાવાએ પુત્રી માટે ટિકિટ માગી હતી. ભાજપની ટિકિટ વહેચણીમાં પરિવારવાદને સંપૂર્ણ મનાઈ છે.
જયનારાયણ વ્યાસના રાજીનામા પર રાજકારણ ગરમાયું છે. આ મામલે પાટીલે કહ્યુ કે, બે વાર હારવા છતાં પાર્ટીએ ટિકિટ આપી હતી. 75 વર્ષની ઉંમરને લીધે એમને હશે કે ટિકિટ નહીં મળે. એમણે પાર્ટીનો આભાર માની રાજીનામું આપ્યું છે. અમે એમના કામથી અને એ પાર્ટીથી સંતુષ્ટ હતા. એમણે પોતે અપમાનિત થવાની વાત નથી કરી.

RELATED ARTICLES

Most Popular