નાશિક: ભાજપના કાર્યકરોએ સોમવારે મહારાષ્ટ્રના વિરોધ પક્ષના નેતા અજિત પવારની છત્રપતિ સંભાજી મહારાજ વિશેની તેમની કથિત ટિપ્પણીને લઇને અહીં આંદોલન કર્યું હતું. રવિવારે કારંજા ચોક ખાતે એક પ્રદર્શન યોજાયું હતું, જ્યાં ભાજપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પવારનું પૂતળું બાળ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે રાજ્યની વિધાનસભામાં બોલતાં પવારે કથિત રીતે કહ્યું હતું કે છત્રપતિ સંભાજી મહારાજ ‘ધર્મવીર’ (ધર્મના રક્ષક) નથી. ભાજપે આ સંદર્ભે એવો દાવો કર્યો છે કે એનસીપી નેતાની ટિપ્પણી સંભાજી મહારાજનું અપમાન છે.
એનસીપીનું વલણ હંમેશાં હિંદુઓની વિરુદ્ધનું રહ્યું છે. પવાર સતત વિવાદાસ્પદ નિવેદનો આપે છે. તેમણે હવે છત્રપતિ સંભાજી મહારાજ વિરુદ્ધ નિવેદનો કરીને તેમનું અપમાન કર્યું છે. તેમણે માફી માગવી જોઇએ અથવા વિરોધ પક્ષના નેતા તરીકે રાજીનામું આપવું જોઇએ, એવું ભાજપનાં વિધાનસભ્ય દેવયાની ફરાંડેએ આંદોલન દરમિયાન જણાવ્યું હતું.
સંભાજી મહારાજ પર ટિપ્પણી કરવા બદલ ભાજપે અજિત પવાર વિરુદ્ધ આંદોલન કર્યું
RELATED ARTICLES