બિહારમાં BJP-JDU ગઠબંધન કોઈ પણ સમયે તૂટી શકે છે, નીતીશ કુમાર આ પાર્ટીઓ સાથે સરકાર બનાવી શકે છે.

ટૉપ ન્યૂઝ

બિહારમાં જનતા દળ યુનાઈટેડ (JDU) અને BJPનું ગઠબંધન તૂટવાની અણી પર આવી ગયુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, JDU ટૂંક સમયમાં ભાજપથી અલગ થવાની જાહેરાત કરી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે JDU દ્વારા RJD, ડાબેરી પક્ષ અને કોંગ્રેસ સાથે મળીને વૈકલ્પિક સરકાર બનાવવાની તૈયારી ચાલી રહી છે. પાર્ટીના મોટાભાગના વિધાનસભ્યો વચગાળાની ચૂંટણી નથી ઇચ્છતા. તેથી સરકાર બનાવવા માટે અન્ય પક્ષો સાથે વાતચીત ચાલી રહી છે. JDUનો આરોપ છે કે ભાજપ તેમની પાર્ટીને તોડવાનો પ્રયાસ કરી રહી છે અને ભાજપ આરસીપી સિંહ દ્વારા જેડીયુને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે.

બીજી તરફ, રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન તારકિશોર પ્રસાદ, આરોગ્ય પ્રધાન મંગલ પાંડે અને બિહાર એકમના પ્રમુખ ડૉ. સંજય જયસ્વાલના નેતૃત્વમાં બીજેપીનું પ્રતિનિધિમંડળ ગઈકાલે સાંજે વરિષ્ઠ કેબિનેટ પ્રધાન અને નીતીશ કુમારના નજીકના સાથી વિજય કુમાર ચૌધરીને મળ્યા હતા. ત્યારથી એવી ચર્ચા છે કે તારકિશોર નીતિશને મળશે. આ બેઠક આજે થઈ શકે છે. બીજી તરફ કોંગ્રેસે પણ પટનામાં પોતાના વિધાનસભ્યોની બેઠક બોલાવી છે.

નોંધનીય છે  ગઈકાલે જનતા દળ યુનાઈટેડ (JDU) એ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે અણબનાવની અટકળોને નકારી કાઢી હતી અને દાવો કર્યો હતો કે બધું ઠીક ઠાક છે. પરંતુ હવે આ બંને પાર્ટીઓના ગઠબંધનમાં ભંગાણના સમાચાર આવી રહ્યા છે.

બિહાર વિધાનસભા ચૂંટણી 2020માં કુલ 243 બેઠકોમાંથી NDAને 125 બેઠકો મળી હતી. નીતિશ કુમારની પાર્ટી જેડીયુને 43 બેઠકો મળી હતી. જ્યારે ભાજપને 74 બેઠકો મળી હતી. જેડીયુએ ઓછી બેઠકો જીતી હોવા છતાં ભાજપે નીતિશને મુખ્યમંત્રી બનાવ્યા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.