આખા દેશમાં ઉલ્લાસ અને ઉમંગથી મહાશિવરાત્રિની ઊજવણી કરાઈ રહી છે. મહાશિવરાત્રિના દિવસે જ ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા અને એટલે જ આ દિવસે શિવ મંદિરમાં શિવ-પાર્વતીના દર્શન કરવા માટે ભાવિકોની ભારે ભીડ જોવા મળે છે. આ બધા વચ્ચે જ સોશિયલ મીડિયા પર એક સ્ટોરી વાઈરલ થઈ રહી છે અને આ વાઈરલ થઈ રહેલી સ્ટોરીમાં લોકો એક દીકરાના વખાણ કરતાં નથી થાકી રહ્યા. એટલું જ નહીં લોકોએ તો આ દીકરાને 21મી સદીના શ્રવણ સાથે સરખાવી રહ્યા છે.
આ આધુનિક શ્રવણે પોતાના પિતાનું સપનું પૂરું કરતાં આજે તેમને હેલિકોપ્ટરમાંથી મહાદેવના દર્શન કરાવડાવ્યા હતા. ભાજપના જાલના પ્રવક્તા વિનોદ વાઘે પોતાના પિતાને મહાશિવરાત્રિ નિમિત્તે હેલિકોપ્ટરમાં ભગવાનના દર્શન કરાવ્યા હતા. તેમના પિતાની ઈચ્છા હતી કે હેલ્કોપ્ટરમાં બેસીને ગામ પાસે આવેલા મહાદેવના મંદિરના દર્શન કરવા જઈશ.
જાલના જિલ્લાના નેર ખાતે વટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને આ ગામમાં વિનોદ વાઘ પોતાના પિતાનું આખું આયુષ્ય પસાર થયું છે. શિક્ષક પિતાએ આખું જીવન ગામના લોકોને જ્ઞાન પીરસવાનું કામ કર્યું હતું, તેથી આ વર્ષે મહાશિવરાત્રિના દિવસે પિતાને હેલિકોપ્ટરમાં દર્શન કરવા લઈ જવાની ઈચ્છા વિનોદ વાઘની હતી.
વિનોદ વાઘે પિતાને હેલિકોપ્ટરમાંથી દર્શન કરાવવાની સાથે સાથે મહાદેવજીના મંદિર પર પુષ્પવૃષ્ટિ પણ કરાવી હતી. ગામમાં હેલિકોપ્ટર આવ્યું હોવાની જાણ થતાં જ લોકોએ હેલિકોપ્ટર જોવા માટે ભીડ કરી હતી.
એ શ્રવણે કાવડમાં માતા-પિતાને જાત્રા કરાવી અને આ આધુનિક શ્રવણે…
RELATED ARTICLES