દિલ્હી મહિલા આયોગ(DCW)ના ચીફ સ્વાતિ માલીવાલ સાથે એક કારચાલકે છેડતી કરી હોવાનો બનાવ બન્યો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP)એ સ્વાતિ માલીવાલના છેડતીના દાવા પર સવાલ ઉઠાવ્યા હતા અને તેને નાટક અને ષડયંત્ર ગણાવ્યું હતું. હવે સ્વાતિ માલીવાલે વળતો જવાબ આપતા ભાજપના નેતાઓને ફટકાર લગાવી છે. ભાજપના કેટલાક નેતાઓએ કહ્યું હતું કે, તેમણે જેના પર આરોપ લગાવ્યા છે. તેઓ આમ આદમી પાર્ટીના સભ્ય છે. આ દિલ્હી પોલીસને બદનામ કરવાનું કાવતરું છે.
સ્વાતિ માલીવાલે પ્રતિક્રિયા આપતા કહ્યું, ‘જે લોકો એવું વિચારે છે કે તેઓ મારા વિશે ખોટી અને ગંદી વાતો ફેલાવીને મને ડરાવી દેશે, હું તેમને કહી દઉં કે મેં આ નાની જીંદગીમાં મારા માથા પર કફન બાંધીને ઘણા મોટા કાર્યો કર્યા છે. મારા પર ઘણા હુમલા થયા પણ હું અટકી નહીં. દરેક અત્યાચાર સાથે, મારી અંદરની આગ વધુ પ્રબળ થતી ગઈ. મારો અવાજ કોઈ દબાવી નહીં શકે, હું જીવતી રહીશ ત્યાં સુધી લડતી રહીશ.”
जिनहें लगता है मेरे बारे में झूठी गंदी बातें कर मुझे डरा देंगे उनको बता दूँ। मैंने सर पे कफ़न बांध इस छोटी सी ज़िंदगी में बहुत बड़े काम किए है। मुझपे कई अटैक हुए पर मैं रुकी नही। हर अत्याचार से मेरे अंदर की आग और बढ़ी। मेरी आवाज़ कोई नही दबा सकता। जब तक ज़िंदा हूँ लड़ती रहूँगी!
— Swati Maliwal (@SwatiJaiHind) January 20, 2023
“>
બનવાની જાણકારી મુજબ DCWના અધ્યક્ષ સ્વાતી માલીવાલે આરોપ લગાવ્યો હતો કે રાત્રિના નિરીક્ષણ દરમિયાન AIIMS ની બહાર એક નશામાં ધૂત વ્યક્તિએ તેમની છેડતી કરી હતી. તેમનો હાથ કારની બારીમાં ફસાઈ ગયો હતો, ત્યારબાદ ડ્રાઈવરે કારને આગળ ધકેલી તેમને 10-15 મીટર સુધી તેમને ઘસેડ્યા હતા. આ ઘટના બાદ દક્ષિણ દિલ્હીના સંગમ વિહારના રહેવાસી 47 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
બીજેપી નેતા શાઝિયા ઇલ્મીએ ટ્વીટ કર્યું હતું કે માલીવાલના ‘ડ્રામા’નો પર્દાફાશ થયો છે. તેમણે લખ્યું કે “આમ આદમી પાર્ટીએ દિલ્હી પોલીસને બદનામ કરવા માટે નાટક કર્યું અને પોલીસની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા. શું મહિલાઓની સુરક્ષાના ગંભીર મુદ્દા પર સસ્તી રાજનીતિ યોગ્ય છે?”
ભાજપ સાંસદ મનોજ તિવારીએ પણ સ્વાતી માલીવાલ પર સવાલ ઉઠાવ્યા હતા