Homeઆપણું ગુજરાત'ભાજપના ગુંડાઓ AAPના ઉમેદવારને ઉઠાવી ગયા' ઈસુદાનના ભાજપ પર ગંભીર આરોપ

‘ભાજપના ગુંડાઓ AAPના ઉમેદવારને ઉઠાવી ગયા’ ઈસુદાનના ભાજપ પર ગંભીર આરોપ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પરાસ્ત કરવાના ઈરાદે મેદાને ઉતરેલી આમ આદમી પાર્ટી સતત ભાજપ પર પ્રહાર કરી રહી છે. એવામાં આમ આદમી પાર્ટીના સીએમ પદના ચહેરા ઇસુદાન ગઢવીએ ભાજપ પર AAP ઉમેદવારના અપહરણનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ભાજપે સુરત-પૂર્વ બેઠકના AAP ઉમેદવાર કંચન જરીવાલાનું તેમના પરિવાર સાથે અપહરણ કર્યું છે. જરીવાલાના પરિવારનો સંપર્ક થઈ શક્યો નથી.
કંચન જરીવાલાનો એક દિવસથી સંપર્ક થઇ શક્યો નથી. જેને લઈને રહસ્ય સર્જાયું હતું. એવામાં ઈસુદાન દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે કે, ભાજપ AAPથી એટલી ડરી ગઈ છે કે તે ગુંડાગીરી પર ઉતરી આવી છે. ભાજપવાળા થોડા દિવસોથી સુરત પૂર્વથી ચૂંટણી લડી રહેલા કંચન જરીવાલાની પાછળ પડ્યા છે. માનવામાં આવે છે કે ભાજપના ગુંડાઓએ તેમને ઉઠાવી લીધા છે. તેમનો પરિવાર પણ ગાયબ છે. ભાજપ હજુ કેટલી નીચલી કક્ષાએ જશે?

“>

ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે સુરત-પૂર્વમાંથી કોંગ્રેસે અસલમ સાયકલવાલાને અને ભાજપે વર્તમાન ધારાસભ્ય અરવિંદ રાણાને ટિકિટ આપી છે. કંચન જરીવાલા આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવાર છે. આવી સ્થિતિમાં જો કંચન જરીવાલાને 10થી 15 હજાર મત મળે તો પણ ભાજપ માટે આ બેઠક જીતવી મુશ્કેલ બની જશે. એટલે ભાજપ હવે સમાન-દામ-સજા-ભેદની નીતિ અપનાવી રહી છે. કંચન જરીવાલાનું ભાજપના ગુંડાઓએ અપહરણ કર્યું છે.
કંચન જરીવાલા પર પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લેવા દબાણ થઇ રહ્યું હોવાની ચર્ચા છે

RELATED ARTICLES

Most Popular