Homeઆપણું ગુજરાતબળાત્કારીઓને ‘સંસ્કારી બ્રાહ્મણ’ ગણાવનાર વિધાનસભ્યને ગોધરામાંથી ભાજપે ટીકીટ આપી

બળાત્કારીઓને ‘સંસ્કારી બ્રાહ્મણ’ ગણાવનાર વિધાનસભ્યને ગોધરામાંથી ભાજપે ટીકીટ આપી

ગુજરાત 2002 કોમી રમખાણ વખતે બિલ્કીસ બાનો પર સામુહિક બળાત્કાર ગુજારનાર અને 11 લોકોની નિર્મમ હત્યા કરનાર દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય ગુજરાતની ભાજપ સરકારે લીધો હતો. જેનો ભારે વિરોધ કરવમાં આવ્યો હતો. આ દરમિયાન હત્યારાઓ અને બળાત્કારીઓને “સંસ્કારી બ્રાહ્મણો” ગણાવનાર ભાજપના વિધાનસભ્ય ચંદ્રસિંહ રાઉલજીને ગોધરાથી ટીકીટ આપી છે. તેઓ બળાત્કારીઓને છોડવાનો નિર્ણયમાં સામેલ હતા.
ચંદ્રસિંહ રાઉલજીને ગોધરાથી ભાજપના ઉમેદવાર જાહેર કરાયા છે. તેઓ આ મતવિસ્તારમાંથી છ વખત વિધાનસભ્ય રહી ચુક્યા છે. રાઉલજી ગુજરાત સરકારની સમિતિના ભાગ હતા જેણે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલકીસ બાનો પર બળાત્કાર કરવા અને તેના પરિવારના સભ્યોની હત્યાના દોષિત 11 માણસોને સર્વસંમતિથી મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો.
તેમણે નિર્ણયનો બચાવ કરતા વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી તેમણે પત્રકાર સાથે વાત કરતા કહ્યું હતું કે, ‘તેઓ બ્રાહ્મણો છે અને બ્રાહ્મણો સારા સંસ્કાર માટે જાણીતા છે. તેમને કોર્નર કરીને સજા કરવાનો કોઈનો ખરાબ ઈરાદો હોઈ શકે છે’ તેમણે એમ પણ કહ્યું કે જેલમાં હતા ત્યારે દોષિતોએ સારું વર્તન દર્શાવ્યું હતું.
ચંદ્રસિંહ રાઉલજી ગુજરાતની છેલ્લી ચૂંટણી પહેલા ઓગસ્ટ 2017માં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. તેઓ 2007 અને 2012 માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા હતા. ભાજપમાં આવ્યા બાદ તેમણે કોંગ્રેસ ઉમેદવારને હરાવ્યા પરંતુ માત્ર 258 મતોના માર્જિનથી.

RELATED ARTICLES

Most Popular