Homeટોપ ન્યૂઝદિલ્હી: ટિકિટ ન મળવાને કારણે AAP નેતા સંદીપ ભારદ્વાજે આત્મહત્યા કરી હોવાનો...

દિલ્હી: ટિકિટ ન મળવાને કારણે AAP નેતા સંદીપ ભારદ્વાજે આત્મહત્યા કરી હોવાનો ભાજપનો દાવો

આમ આદમી પાર્ટીના વેપાર પાંખના સચિવ સંદીપ ભારદ્વાજના મૃત્યુને લઈને રાજકારણ ગરમાયું છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતા સંદીપ ભારદ્વાજે ગુરુવારે તેમના રાજૌરી ગાર્ડન આવાસ પર ફાંસી લગાવીને કથિત રીતે ‘આત્મહત્યા’ કરી હતી. ત્યારબાદ આ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ ઘટનાને લઈને દિલ્હીના રાજકીય વર્તુળોમાં ઘણી વાતો ચાલી રહી છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે સંદીપ ભારદ્વાજના મૃત્યુ માટે AAP જવાબદાર છે કારણ કે તેમને આગામી MCD ચૂંટણીમાં લડવા માટે ટિકિટ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું કે તેમના મૃત્યુને ટિકિટ સાથે જોડવું ખોટું છે.
સંદીપ ભારદ્વાજના કેટલાક નજીકના મિત્રોનું કહેવું છે કે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ પરેશાન હતા. તેમનો દાવો છે કે ભારદ્વાજને આગામી એમસીડી ચૂંટણી માટે પાર્ટી તરફથી ટિકિટ મળવાની હતી, પરંતુ એવું બન્યું નહીં અને ત્યારથી તેઓ નારાજ હતા. જોકે, પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી, તેથી નક્કર કંઈ કહેવું મુશ્કેલ છે.
“સંદીપ ભારદ્વાજને MCD ચૂંટણી માટે AAP દ્વારા ટિકિટની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ ટિકિટ અન્ય કોઈને વેચવામાં આવી હતી જેના કારણે તેઓ આત્મહત્યા કરવા મજબૂર થયા હતા. કોઈને આત્મહત્યા કરવા દબાણ કરવું એ વ્યક્તિની હત્યા કરવા સમાન છે,” એવો ભાજપના મનોજ તિવારીએ દાવો કર્યો હતો અને ભારદ્વાજના મૃત્યુની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular