SITએ અહેમદ પટેલ પર કરેલા આક્ષેપ મામલે ભાજપ-કોંગ્રેસ આમને-સામને, કોંગ્રેસે SITને મોદી-શાહની કઠપૂતળી ગણાવી

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Ahmedabad: અમદાવાદ સેશન્સ કોર્ટમાં તિસ્તા શેતલવાડે(Teesta Setalvad) કરેલી જામીન અરજી વિરુધ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે(SIT) દાખલ કરેલી એફિડેવિટમાં ચોંકવનાર ખુલાસા કર્યા હતા. એફિડેવિટ મુજબ સામાજિક કાર્યકર તિસ્તા શેતલવાડ, નિવૃત્ત ડીજીપી આરબી શ્રીકુમાર અને પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ તત્કાલીન ગુજરાત સરકારને તોડી પાડવા ષડયંત્ર કરી રહ્યા હતા. આ ષડયંત્ર કથિત રીતે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના(Ahmed Patel) આદેશ પર કરવામાં આવ્યું હતું. અહેમદ પટેલ તે સમયે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના(Sonia Gandhi) રાજકીય સલાહકાર હતા. આ મામલે ભાજપ કોંગ્રેસ આમને સામને આવી ગયા છે.
કોંગ્રેસે(Congress) એક નિવેદન બહાર પાડીને પીએમ મોદી(PM Modi) પર પોતાના રાજકીય વિરોધીઓ સામે બદલો લેવાનો આરોપ લગાવ્યો છે. કોગ્રેસે નિવેદનમાં જણાવ્યું છે કે, ‘કોંગ્રેસ શ્રી અહેમદ પટેલ પર લગાવવામાં આવેલા આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢે છે. આ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વ્યવસ્થિત વ્યૂહરચનાનો એક ભાગ છે, 2002માં જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે થયેલા કોમી નરસંહારની(Godhra Riots) જવાબદારીમાંથી છટકવા માગે છે. તેઓ આ હત્યાકાંડને રોકવા ઈચ્છતા ન હતા જેના કારણે તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ પણ તેમને રાજધર્મનું પાલન કરવાનું કહ્યું.’
કોંગ્રેસે વધુમાં કહ્યું, ‘વડાપ્રધાન મોદીનું રાજકીય વેર વાળવાનું તંત્ર દુનિયામાંથી ચાલ્યા ગયેલા તેમના રાજકીય વિરોધીઓને પણ છોડતું નથી. SIT તેના રાજકીય માસ્ટરના તાલમાં નાચી રહી છે અને તેના ઇશારે જ અટકશે. અમે જાણીએ છીએ કે SIT વડાને મુખ્યપ્રધાનને ‘ક્લીન ચિટ’ આપ્યા પછી રાજકીય રીતે સમ્માનિત કરવામાં આવ્યા હતા. કોર્ટમાં ચાલી રહેલા કેસ મામલે કઠપૂતળી એજન્સીઓ અને મીડિયા દ્વારા ફેંસલો સંભળાવાવો મોદી-શાહની વર્ષો જૂની યુક્તિ રહી છે. આમાં કંઈ નવું નથી, પણ આ વખતે એક મૃત વ્યક્તિને બદનામ કરવાનું ઉમેરવામાં આવ્યું છે કારણ કે તે વ્યક્તિ હવે આ જૂઠાણાંને નકારવા હાજર નથી.’

“>

આ મામલે ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ(Sambit Patra) કહ્યું હતું કે, ‘તિસ્તા શેતલવાડ ગ્રુપના લોકો રાજકીય હેતુથી કામ કરી રહ્યા હતા. આ લોકો ગુજરાતની સરકારને તોડી પડવા માંગતા હતા અને ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ફસાવવા માંગતા ગતા. આજે SITની એફિડેવિટમાં એ વાત સામે આવી છે કે ષડયંત્રના માસ્ટરમાઈન્ડ સોનિયા ગાંધીના ભૂતપૂર્વ મુખ્ય રાજકીય સલાહકાર અહેમદ પટેલ હતા. અહેમદ પટેલ માત્ર એક નામ છે, આ બધા પાછળ સોનિયા ગાંધીનું નામ મુખ્ય છે. સોનિયા ગાંધીજીએ ગુજરાત અને નરેન્દ્ર મોદીજીની છબીને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું હતું.’
તેમણે વધુમાં કહ્યું કે, ‘આ કામ માટે પૈસા આપવામાં આવ્યા હતા, પ્રથમ હપ્તા તરીકે સોનિયા ગાંધીએ તિસ્તા શેતલવાડને 30 લાખ રૂપિયા આપ્યા હતા. અહેમદ પટેલજી આપણી વચ્ચે નથી, પરંતુ તેમણે માત્ર એ ડિલિવરી કરી હતી. તે વખતે આ 30 લાખ પ્રથમ હપ્તા તરીકે જ આપવામાં આવ્યા હતા.’

“>

ભાજપના આક્ષેપોનો જવાબ આપતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે (Mumtaz Patel)કહ્યું છે કે, ‘ચૂંટણી પહેલા કરવામાં આવી રહેલું આ એક રાજકીય કાવતરું છે. વિપક્ષની છબી ખરાબ કરવામાં પ્રયત્નો થઇ રહ્યા છે. તે સમયે મારા પિતા વિરુદ્ધ કાર્યવાહી કેમ ન થઈ. મારા પિતાના નામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો એવું જ હોય તો શા માટે યુપીએ સરકાર દરમિયાન તિસ્તાને કોઈ મોટું સન્માન આપવામાં ન આવ્યું, રાજ્યસભાના સભ્ય બનાવવામાં ન આવ્યા? અને આટલું મોટું ષડયંત્ર રચવા બદલ કેન્દ્રએ મારા પિતા પર 2020 સુધી કેસ કેમ ન ચલાવ્યો?

1 thought on “SITએ અહેમદ પટેલ પર કરેલા આક્ષેપ મામલે ભાજપ-કોંગ્રેસ આમને-સામને, કોંગ્રેસે SITને મોદી-શાહની કઠપૂતળી ગણાવી

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.