Homeટોપ ન્યૂઝભારત જોડો યાત્રા પર મોટો આરોપ: પૈસા આપીને સેલિબ્રિટી બોલાવ્યા

ભારત જોડો યાત્રા પર મોટો આરોપ: પૈસા આપીને સેલિબ્રિટી બોલાવ્યા

મુંબઈ: રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પુર્વઆયોજિત હતી અને એક્ટરોને તેમની સાથે ચાલવા માટે પૈસા આપવામાં આવ્યા હતા એવા ગંભીર આરોપ ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે. બીજી તરફ કૉંગ્રેસે આ આરોપો ફગાવતાં તેમને બદઈરાદાપુર્ણ ગણાવ્યા હતા.
કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના પુત્ર નિતેશ રાણેએ એક મોબાઈલ પરનો વાર્તાલાપ સોશ્યલ મીડિયા પર શેર કરીને જણાવ્યું હતું કે યે પપ્પુ કભી પાસ નહીં હોગા.
તેણે એવી પણ ટિપ્પણી કરી હતી કે રાહુલ ગાંધીની યાત્રા પુર્વનિયોજિત હતી. આ પુરાવો છે કે કેવી રીતે એક્ટરોને આવીને રાહુલની સાથે ચાલવા માટે પૈસા આપવામાં આવ્યા હતા. સબ ગોલમાલ હૈ.
ભાજપના ઈન્ફર્મેશન એન્ડ ટેકનોલોજી વિભાગના ઈન્ચાર્જ અમિત માલવિયાએ પણ ભારત જોડો યાત્રામાં પેઈડ પી. આર.નો આરોપ લગાવ્યો હતો.
બીજી તરફ નીતેશ રાણેના ટ્વિટની સચ્ચાઈ અને દાવા પર પ્રશ્ર્નાર્થ ઉપસ્થિત કરતાં મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસના જનરલ સેક્રેટરી સચિન સાવંતે મંગળવારે એવો આરોપ કર્યો હતો કે યાત્રાને બદનામ કરવા માટે ભાજપના પ્રયત્નો આમાંથી જોઈ શકાય છે. આવા બોગસ વ્હોટ્સઅપ મેસેજને પુરાવા તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે. નામ નહીં, નંબર નહીં, ભાજપની સેલિબ્રિટીઓને દબાણમાં લાવવાનું ષડયંત્ર પુરવાર થઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular