ભાજપના ઉમેદવાર રાહુલ નારવેકર મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે શિંદે જૂથને વધુ એક મોટી જીત મળી છે. વાસ્તવમાં, ભાજપના ઉમેદવાર રાહુલ નાર્વેકરે સ્પીકર પદની ચૂંટણીમાં જીત મેળવી છે અને તેઓ વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટાયા છે. તેમને 164 મત મળ્યા છે. બીજી તરફ વિપક્ષના ઉમેદવાર રાજન સાલ્વી ચૂંટણી હારી ગયા છે. તેમને માત્ર 107 વોટ મળ્યા હતા.
મહારાષ્ટ્ર વિધાનસભાની કાર્યવાહીમાં સ્પીકરની ચૂંટણીમાં શિવસેનાના બંને જૂથો સામસામે હતા. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાજન સાલ્વીનું નામાંકન કર્યું હતું, જ્યારે ભાજપના યુવા નેતા અને પ્રથમ વખત વિધાનસભ્ય રાહુલ નાર્વેકરે પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આ ચૂંટણીમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે દ્વારા વ્હીપ જારી કરવામાં આવ્યો હતો, પરંતુ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, તે અમને લાગુ પડતો નથી.
વિધાનસભામાં મહારાષ્ટ્ર વિધાનસભામાં અધ્યક્ષ પદ માટે મતદાન કરવામાં આવ્યું હતું. ગૃહની કાર્યવાહી ‘જય શ્રી રામ’, ‘જય ભવાની’, જય શિવાજીના નારા સાથે શરૂ થઇ હતી.

સ્પીકરની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા દરમિયાન સ્પીકરે શાસક પક્ષના અને વિપક્ષના દરેક ધારાસભ્યનો મત લીધો હતો. જેમાં ભાજપના ઉમેદવાર રાહુલ નાર્વેકરને 164 મત મળ્યા હતા. બીજી તરફ વિપક્ષના ઉમેદવાર રાજન સાલ્વી ચૂંટણી હારી ગયા છે. તેમને માત્ર 107 વોટ મળ્યા હતા.રાહુલ નાર્વેકરની જીત થઇ છે.
મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ પદ માટે મતદાન પ્રક્રિયા દરમિયાન વિપક્ષના ધારાસભ્યો ‘ED, ED’ ના નારા લગાવ્યા હતા.

<

>

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.