Homeઆપણું ગુજરાતવધુ એક નેતાની દબંગગીરી: હીરા સોલંકીએ કહ્યું- કોઈના બાપથી ડરતા નહીં, ચૂંટણી...

વધુ એક નેતાની દબંગગીરી: હીરા સોલંકીએ કહ્યું- કોઈના બાપથી ડરતા નહીં, ચૂંટણી પછી એ છે અને હું છું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાઈ રહ્યો છે. ત્યારે નેતાઓ પોતાનો પ્રભાવ બતાવવા ક્યારેક ભાન ભૂલી જતા હોય છે. વડોદરના મધુ શ્રીવાસ્તવ બાદ હવે અમરેલી જીલ્લાની રાજુલા બેઠક પર ભાજપાના ઉમેદવાર હીરા સોલંકીનો વિવાદાસ્પદ વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં હીરા સોલંકી ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા કહી રહ્યા છે કે કોઈના બાપથી ડરતા નહીં. જે લોકો માહોલ બગાડવાનો પ્રયત્ન કરતા હોય તેને કરવા દેજો. ચૂંટણી પુરી થશે પછી, એ છે અને હું છું.
હીરા સોલંકી ભાજપના પૂર્વ વિધાનસભ્ય છે, તેઓ ભાપના દિગ્ગજ નેતા પરષોત્તમ સોલંકીના ભાઈ છે. બંને ભાઈઓનો સૌરાષ્ટ્રના કોળી સમાજ પર ખાસો પ્રભાવ ધરાવે છે. આ ચૂંટણીમાં અમરેલી- રાજુલા વિધાનસભા બેઠક પર ભજપે હીરા સોલંકીને ટીકીટ આપી છે. મળતી માહિતી મુજબ પ્રાચર દરમિયાન ભાજપના કાર્યકર્તાઓને કેટલાક લોકોએ ધમકી આપી હશે.
ત્યાર બાદ હીરા સોલંકીએ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે, ‘કોઈના બાપથી ડરતા નહીં, હીરા સોલંકી બેઠો છે. ધાક ધમકી દેવા વાળાના હું ડબ્બા ગુલ કરી નાખવાનો છું. જે લોકો માહોલ ડહોળવા નીકળ્યાં છે તેનું ધ્યાન રાખજો. તમે ખાલી જાફરાબાદનું સાચવી લેજો બાકી બધુ મારી પર છોડી દો. બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે ખુબ સારા મતોથી જીતવા જઇ રહ્યા છીએ. માહોલ બગાડવાનો પ્રયત્ન જે કરતા હોય તેને કરવા દેજો. ચૂંટણી પુરી થશે પછી, એ છે અને હું છું. આ વાયરલ કરજો પાછા.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular