Homeઆપણું ગુજરાતજનતાએ પાણી બતાવ્યું: વિકાસ કર્યો અંગે સવાલ પુછતા ખેડબ્રહ્માના ભાજપ ઉમેદવારે ચાલતી...

જનતાએ પાણી બતાવ્યું: વિકાસ કર્યો અંગે સવાલ પુછતા ખેડબ્રહ્માના ભાજપ ઉમેદવારે ચાલતી પકડી

ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરુ થઇ ગયો છે. તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો જાહેર થઇ ગયા છે, ત્યારે પાંચ વર્ષ માટે ગાયબ રહેતા આ ઉમેદવારો જનતા સમક્ષ મત માંગવા પહોંચી રહ્યા છે. ત્યારે ખેડબ્રહ્મા વિધાનસભા ક્ષેત્રમાં જનતાએ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાનાર અશ્વિન કોટવાલનો ઉધડો લીધો હતો. લોકોએ સવાલ પૂછતાં ભાજપ ઉમેદવાર ‘વોટ આપવો હોય તો આપો નહીં તો કંઈ નહીં’ એવું કહી ઉભી પૂંછડીએ ભાગી છૂટ્યા હતા.
વિધાનસભા ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ પક્ષથી ધારાસભ્ય અશ્વિન કોટવાલ રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. ભાજપે તેમને ખેડબ્રહ્મા બેઠક પર ટીકિટ પણ આપી છે. તેઓ વિજયનગર તાલુકામાં જોરાવરનગર ગામે પ્રચાર કરવા ગયા હતા ત્યારે સ્થાનિકોએ પ્રજાલક્ષી અને વિકાસ કર્યો અંગે પ્રશ્ન પૂછતા કોટવાલ અકળાયા હતા. પ્રશ્ન પૂછનાર મતદારને કોટવાલે કહ્યું હું તમને જવાબ આપવા બંધાયેલો નથી. વોટ આપવો હોય તો આપો નહીં તો કંઈ નહીં.
કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અશ્વિન કોટવાલને ગામના યુવાનોએ ઘેરી લીધા હતા. યુવાનોએ તેમને સવાલો કર્યા હતા કે, તમે ચૂંટણી બાદ ક્યારે ગામની મુલાકાત લીધી છે? રસ્તો તૂટી ગયો છે, પુલનું કામ અધૂરું પડ્યું છે? શિક્ષણ, આરોગ્ય અને રોડ રસ્તાઓની સમસ્યાને લઈને યુવાનોએ ઉગ્ર રજુઆત કરી હતી. અશ્વિન કોટવાલ સવાલોના જવાબ ન આપી શકતા અકળાયા હતા.
લોકોનો રોષ જોતાં અશ્વિન કોટવાલ ગામની પ્રચાર સભા અડધી મૂકી ભાગી છૂટ્યા હતા. આ ઉપરાંત અન્ય ગામોમાં પણ કોટવાલનો વિરોધ થઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular