રાજ્યમાં આફત અને ભાજપ પ્રચારમાં મશગુલ: રાજકોટમાં ભરાયેલા પાણી વચ્ચે વિદ્યાર્થીઓને બોલાવ્યા, બહુચારજીમાં શિક્ષણકાર્ય અટકાવ્યું

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

રાજ્યમાં અતિવૃષ્ટિનીને(Heavy Rain) કારણે લોકો આફતનો સામનો કરી રહ્યા છે ત્યારે ભાજપ(BJP) જાણે ચૂંટણી (Election Campaign) પ્રચારમાં જ મગન હોય એવું લાગી રહ્યું છે. રાજ્યમાં ભાજપના કાર્યકર્તાઓના પ્રચારમોહના બે કિસ્સા સામે આવ્યા છે. રાજકોટમાં(Rajkot) ભારે વરસાદને પગલે વિધાર્થીઓની(Students) સલામતી ખાતર કલેકટરે રજા જાહેર કરી હતી ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ વિદ્યાર્થીઓને સરકારના મહત્વકાંક્ષી પ્રચાર અભિયાન વંદે ગુજરાત કાર્યક્રમમાં બોલાવી લીધા. તો મહેસાણાના બહુચરાજીની(Bahucharaji) એક કોલેજમાં કોઈ મંજુરી લીધા વગર ભાજપના કાર્યકર્તાઓ ક્લાસરૂમમાં ઘુસી શિક્ષણકાર્ય અટકાવી સદસ્યતા અભિયાન માટે પહોંચ્યા હતા. ભાજપની આ બંને હરકતોની ટીકા થઇ રહી છે.
નોંધનીય છે કે સોમવારની રાત થી જ રાજકોટ શહેરમાં ભારે વરસાદ શરૂ થયો હતો જેને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વિધાર્થીઓનીઓ સલામતી ખાતર જિલ્લા કલેક્ટરે શાળા-કોલેજ બંધ રાખવા આદેશ કર્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા અને સ્થળાંતર અને રેસ્ક્યૂની કામગીરી ચાલુ હતી એ સમયે જનતા પ્રત્યે પોતાની ફરજ અને વિદ્યાર્થીઓની સલામતીને નેવે મૂકી મનપા અને ભાજપના આગેવાનો પ્રચારમાં મશગુલ હતા. વોર્ડ નં.15માં વંદે ગુજરાત વિકાસયાત્રાના રથ માટેના કાર્યક્રમમાં વિદ્યાર્થિઓને સ્કૂલ ડ્રેસમાં અગ્રણીઓના સ્વાગત માટે બોલવવામાં આવ્યા હતા. મહાનગરપાલિકામાં ફાયર એન્ડ ઈમર્જન્સી શાખા અને આરોગ્યનો હવાલો જેમની પાસે છે એ નાયબ કમિશનર આશિષકુમાર શહેરની સ્થિતિનું નિરીક્ષણ કરવા બદલે સરકારના ગુણગાન ગાવા પહોંચ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વરસાદ પણ ચાલુ જ હતો અને સભા મંડપમાં પણ પાણી ભરાયેલા હતા.

YouTube player

ત્યારે બીજી ઘટનામાં મહેસાણાના બહુચરાજીની સરકારી આર્ટ્સ કોલેજમાં સોમવારે બપોરે 12 વાગ્યાના અરસામાં તાલુકા ભાજપ મહામંત્રી અને યુવા ભાજપ પ્રમુખ અન્ય કાર્યકર્તાઓ સાથે કોલેજના પ્રિન્સિપાલની પૂર્વમંજૂરી લીધા વિના અંદર ઘૂસી ગયા હતા અને શિક્ષણકાર્ય અટકાવી સદસ્યતા અભિયાન ચલાવવા લાગ્યા હતા. કોલેજના નોટિસ બોર્ડ પર સદસ્યતા અભિયાન માટે સંપર્ક માટે મોબાઈલ નંબર લખ્યો હતો. બાદમાં કોલેજિયના વિદ્યાર્થીઓને મોબાઇલથી સભ્ય બનાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ભાજપના હોદ્દેદારો આ હરકતને વાલીઓએ વખોડી રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.