મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશાધ્યક્ષ પદે નાગપુરના ભાજપ નેતા ચંદ્રશેખર બાવનકુલેની વરણી કરવામાં આવી છે. બાવનકુલેને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના ખાસ માનવામાં આવે છે. તેઓ વિધાન પરિષદના સભ્ય છે. આ ઉપરાંત મળતી માહિતી અનુસાર ભાજપ નેતા અને ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન અને બાંદ્રા વેસ્ટ મતદારસંઘના ભાજપના વિધાનસભ્ય આશિષ શેલારને મુંબઈ ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે બાવનકુલેએ પણ મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન પદ સંભાળી ચૂક્યા છે.
ભાજપ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં જણાવાયું હતું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ ચંદ્રશેખર બાવનકુલેને મહારાષ્ટ્રના પ્રદેશાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, ત્યારે આશિષ શેલારને મુંબઈ એકમના ભાજપ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
નોંધનીય છે કે ભાજપના પ્રદેશાધ્યક્ષ તરીકે ચંદ્રકાંત પાટીલ ફરજ બજાવી રહ્યા હતાં. મહારાષ્ટ્ર સરકારમાં તેમને સ્થાન આપવામાં આવ્યું હોવાથી ભાજપે બાવનકુલેની વરણી પ્રદેશાધ્યક્ષ તરીકે કરી છે.

Google search engine