દેશમાં 2024માં લોકસભાની ચૂંટણીઓ યોદાશે અને અત્યારથી જ બીજેપીએ મિશન 2024 માટે પ્લાન તૈયાર કરી દીધો છે અને જો આ પ્લાન સક્સેસફૂલ થશે તો ત્રીજી વખત ભાજપને સત્તામાં આવતા કોઈ રોકી શકશે નહીં. આ પ્લાન હેઠળ પાર્ટીનું ફોકસ એવી સીટ પર હશે કે જ્યાં 2019માં તેઓ હારી ગયા હતા. આ માટે પાર્ટી તેના સૌથી લોકપ્રિય નેતા એટલે કે પીએમ નરેન્દ્ર મોદીને જ મેદાનમાં ઉતારવા માગે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2019 લોકસભાની ચૂંટણીમાં બીજેપીને 160 સીટ પર જિત નહોતી મળી અને એટલે જ આ વર્ષે એ સીટ પર કમળ ખીલે એ જોવાની જવાબદારી ખુદ પીએમ મોદીની છે. પાર્ટીએ આ બધી સીટના વિસ્તારમાં પીએમ મોદીની રેલીઓ કાઢવાનું પ્લાનિંગ કર્યું છે. શનિવાર 11મી માર્ચના બીજેપીની એક કાર્યકારિણી બેઠક યોજાઈ હતી અને મળી રહેલી જાણકારી અનુસાર આ બધી 160 સીટ પરની રણનીતિ અંગેની ચર્ચા વિચારણા થઈ હતી.
પાર્ટીએ ગયા વર્ષે ડિસેમ્બરથી જ મિશન 160 પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું અને આ સીટ પર પોતાનો જનાધાર વધારવાની જવાબદારી કેન્દ્રીય પ્રધાનો અને સાંસદોને સોંપવામાં આવી છે. લોકસભા પ્રવાસ અભિયાન હેઠળ પાર્ટીના નેતાઓ આ સીટ પર ખાસ ફોકસ કરશે. ગયા વર્ષે ડિસેમ્બરના અંતમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ લોકસભા પ્રવાસ અભિયાન 2.0ને લીલી ઝંડી દેખાઈ હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ ખુદ આ અભિયાન હેઠળ આ સીટો માટે પ્રવાસ કરી રહ્યા છે.
આ 160 સીટમાં સૌથી વધુ સીટ પશ્ચિમ બંગાળની હતી. અહીંની 24 સીટ પર પાર્ટીએ ખૂબ મહેનત કરવી પડશે, કારણ કે વિધાનસભાની ચૂંટણી બાદ મોટા પાયા પર પક્ષાંતર થયું છે. બીજેપીના અનેક સિટિંગ વિધાયકો ટીએમસીમાં જતા રહ્યા છે. આ જોતા પાર્ટીએ નવેસરથી પોતાના સંગઠનને મજબૂત કરીને મેદાનમાં ઉતરવું પડશે. આ સિવાય બીજેપીએ આ વખતે યુપીમાં ક્લીન સ્વીપ કરવાની રણનીતિ પર પણ કામ કરી રહી છે. આ માટે યુપીમાં પણ બીજેપીએ ખૂબ જ મહેનત કરવી પડશે.
BJP Mission 2024: એ 160 સીટ પર વિજયનો પરચમ લહેરાવવા ખુદ પીએમ મોદી મેદાનમાં
RELATED ARTICLES