પોતાના જ લગ્નમાં ન પહોંચ્યા એમએલએ: મંગેતરે છેતરપિંડીનો કેસ કરતા હવે લગ્ન કરવા માટે થયા તૈયાર

દેશ વિદેશ

ઓડિશાની સત્તાધારી પાર્ટી બીજેડીના એમએલએ વિજય શંકર દાસ તેમના જ લગ્નમાં ન પહોંચીને મુશ્કેલીમાં ફસાઇ ગયા છે. તેમની મંગેતરે તેમની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાવ્યો છે. હવે એમએલએનું કહેવુ છે કે તેઓ તેમની મંગેતર સાથે 60 દિવસની અંદર લગ્ન કરી લેશે. આટલું જ નહીં મહિલાએ દાવો કર્યો છે કે એમએલએની ફેમિલી તેના પર લગ્ન ન કરવા માટે દબાવ કરી રહી છે. વિજય શંકર દાસ પર પોલીસે છેતરપિંડીનો કેસ નોંધ્યો છે.
એમએલએ અને તેની મંગેતરે 17મી મેના રોજ લગ્નના રજિસ્ટ્રેશન માટે અરજી કરી હતી. મહિલા તેના પરિવાર સાથે રજિસ્ટ્રાર ઓફિસ પહોંચી હતી, પણ એમએલએ ન આવ્યા. આ સમગ્ર મામલે એમએમએએ સફાઇ આપતા કહ્યું છે કે હું તેની સાથે 60 દિવસની અંદર લગ્ન કરવા માટે તૈયાર છું. લગ્નના રજિસ્ટ્રેશન માટેની અરજીને એક મહિનો વિતી ગયો છે. મારી પાસે હજુ 60 દિવસ બાકી છે. મારી મા બીમાર છે. હું સમય રહેતા લગ્ન કરવાનો પ્રયત્ન કરીશ.
દરમિયાન છેતરપિંડીના લાગેલા આરોપો અંગે સફાઇ આપતા વિજયે કહ્યું છે કે મેં ક્યારેય લગ્ન માટે ઇનકાર કર્યો નથી. એટલે છેતરપિંડીનો તો સવાલ જ નથી. દરમિયાન દાસ પર છેતરપિંડીનો આરોપ લગાવનાર મહિલાનું કહેવુ છે કે તે તેની સાથે છેલ્લા ત્રણ વર્ષથી રિલેશનશિપમાં હતી. બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.