Taarak Mehta Ka Ooltah Chashmah: ટપ્પુની જગ્યા બિટ્ટુએ લીધી?

ફિલ્મી ફંડા

Mumbai: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) શોમાંથી એક પછી એક કલાકારો બહાર નીકળી રહ્યા છે તેની સાથે શોમાં નવા પાત્રોની એન્ટ્રી પણ થઈ રહી છે. તાજેતરમાં નટુકાકા (કિરણ ભટ્ટ)ની એન્ટ્રી થઈ હતી ત્યારે હવે બિટ્ટુની એન્ટ્રી થતાં એવી ચર્ચા થઈ રહી છે બિટ્ટુએ ટપ્પુની જગ્યા લઈ લીધી છે. શોમાં બિટ્ટુ સોઢીના મિત્રનો દીકરો બતાવવામાં આવ્યો છે. તે હવે ગોકુલધામ સોસાયટીમાં રહેવા આવ્યો છે. ખાસ વાત એ છે કે તે ટપ્પુની ઉંમરનો છે. એટલે હવે ચર્ચા થઈ રહી છે કે ટપ્પુનું સ્થાન બિટ્ટુ લઈ શકે છે.
ટપ્પુનું પાત્ર ભજવનારો રાજ અનડકટે શો છોડી દીધો હોવાનું કહેવાઈ રહ્યું છે. નોંધનીય છે કે રાજે કેટલાક સમય પહેલા દુબઈમાં એક મ્યુઝિક વીડિયોનું શૂટિંગ કર્યું હતું. આ ઉપરાંત રણવીર સિંહ સાથે એક પ્રોજેક્ટમાં કામ કર્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.