Homeટોપ ન્યૂઝકેરળમાં કડકડતી ઠંડીનો માહોલ

કેરળમાં કડકડતી ઠંડીનો માહોલ

કેરળના ઇડુક્કી જિલ્લાના મુન્નારમાં પાંદડા પર બરફની પરત જામી, તાપમાન ઠારબિંદુથી નીચે

કેરળના ઇડુક્કી જિલ્લાના મુન્નારમાં શીત લહેર ચાલી રહી છે અને તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચે ગયું છે. તાપમાન શૂન્યથી નીચે જવાને કારણે મુન્નારમાં હિમથી ઢંકાયેલ છોડ અને ઘાસ પર બરફનું આછેરી ચાદર લપેટાઇ ગઇ હતી. મુન્નારમાં પાંદડા અને ઘાસ પર બરફ પડવાની આ પહેલી ઘટના નથી, દર વર્ષે શિયાળામાં જ્યારે તાપમાન શૂન્યથી નીચે જાય છે ત્યારે આવું બને છે. આ સિઝનમાં પ્રથમ વખત મુન્નારનું લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું છે. ચેંદુવરા અને વટ્ટવડા સહિતના વિસ્તારોમાં ભારે ઠંડીનું વાતાવરણ નોંધાયું છે. જાન્યુઆરીના મધ્યમાં મુન્નારમાં કડકડતી ઠંડી પડવાની ધારણા છે.

બુધવારે સવારે કેટીડીસી ટી કાઉન્ટી રિસોર્ટ અને ચાના બગીચાઓ નજીક ભારે હિમવર્ષા નોંધાઈ હતી. હિમવર્ષાને કારણે ચાના ઉત્પાદન પર અસર પડશે કે કેમ તે અંગે ખેડૂતો ચિંતિત છે. તો મુન્નાર વિસ્તારમાં તીવ્ર હિમવર્ષાને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓના પ્રવાહમાં વધારો થવાની અપેક્ષા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular