બિસલેરીએ મોટી ડીલની જાહેરાત કરી છે. બિસલેરીએ IPL ટીમો સાથે કરાર કર્યો છે. કંપનીએ આ ડીલ દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ સાથે કરી છે. બિસલેરી ત્રણ વર્ષ માટે દિલ્હી કેપિટલ્સ માટે સત્તાવાર હાઇડ્રેશન પાર્ટનર તરીકે કામ કરશે.
બિસલેરીની આ ડીલ આ ક્રિકેટ સીઝનથી જ અસરકારક રહેશે. કંપનીએ જણાવ્યું હતું કે દિલ્હી કેપિટલ્સ ટોચની ટીમોમાંની એક છે, જે વર્ષોથી ક્રિકેટ પ્રેમીઓ માટે આકર્ષક પ્રદર્શન આપી રહી છે. બિસલેરી ઈન્ટરનેશનલના વાઈસ ચેરપર્સન જયંતિ ચૌહાણે જણાવ્યું હતું કે તેમની કંપનીએ ત્રણ મોટી સ્પોર્ટ્સ ફ્રેન્ચાઈઝી સાથે ભાગીદારી કરી છે.
દિલ્હી કેપિટલ્સના સીઇઓ ધીરજ મલ્હોત્રાએ પણ બિસલેરી સાથે થયેલી ત્રણ વર્ષની ડીલ માટે ખુશી વ્યક્ત કરી હતી. દિલ્હી ઉપરાંત બિસલેરીએ મુંબઇ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ સાથે પણ હાઇડ્રેશન પાર્ટનર તરીકે ડીલ કરી છે. આ ઉપરાંત બિસલેરી ઘણી મેરેથોન ઇવેન્ટ સાથે પણ પાર્ટનરશીપ કરી ચૂકી છે.
બિસલેરી એ ભારતમાં સૌથી મોટા પ્રીમિયમ બેવરેજ બિઝનેસમાંથી એક છે. તે દેશની સૌથી વધુ વેચાતી પેકેજ્ડ પીવાના પાણીની બ્રાન્ડની ઉત્પાદક છે અને તે ભારતના મોટાભાગના રાજ્યોમાં સપ્લાય કરવામાં આવે છે. આ સિવાય કંપનીએ લિમોનાટા અને સ્પાઈસી જેવા અનેક કાર્બોનેટેડ ડ્રિંક્સમાં પણ રોકાણ કર્યું છે.